વૃશ્ચિક-વ્યક્તિત્વ
જ્યોતિષીઓ વૃશ્ચિક રાશીને સર્વાધિક ગૂઢ અને અંતર્વિરોધાત્મક માને છે. કેટલાક તો તેમને અપ્રકાશિત રહસ્યો અને સંગ્રહની રાશિ માને છે. તેઓ પ્રખર બુદ્ધિ, ગંભીર પ્રકૃતિના, આદર્શવાદી, ધાર્મિક વિચારથી સંપન્ન, ઉત્સાહી, દ્રઢ ઇચ્છાશક્તિ, ક્રોધી, ચંચળ, પ્રેરક, રહસ્યમય, વૈભવપૂર્ણ, અને વિશિષ્ટ હોય છે. મુશ્કેલીથી બચવા ગંભીર બની જાય છે, પરંતુ ચોટ લાગે ત્યારે ડંખ પણ મારે છે. તેમનું વ્યક્તિત્વ બેવડું છે પરંતુ મિથુન રાશી મુજબ ચંચળ નથી હોતું. જ્યારે તેમનું કોઇ કાર્ય બગડે છે, ત્યારે તેના હૃદયમાં અશાંતિ ઉત્પન્ન થાય છે. તેઓ શત્રને પણ મદદ કરવા તૈયાર થઇ જાય છે. તેઓ બળવાન, આખા બોલા, પ્રેરણાદાયક, દ્રઢ હૃદયના, ગુપ્ત અને કઠિન વિષયનાં જાણકાર હોય છે. વૃશ્ચિક રાશીના પુરૂષો ક્રૂર, સ્પષ્ટભાષી, કઠોર અને ઇમાનદાર, સક્રિય, અધિકાર પ્રત્યે જાગરૂક હોય છે. વૃશ્ચિક રાશીની મિત્રતા દિર્ઘકાળ સુધી રહે છે. તેમનામાં સર્વ પ્રકારની માનવીય દુર્બળતા જોવા મળે છે. તેમને પરંપરા પ્રત્યે કોઇ લાગણી રહેતી નથી, તેમનામાં વિદ્રોહની ભાવના હોય છે. તેઓ પોતાના વ્યક્તિત્વતી શક્તિ દ્રારા શત્રુને દબાવે છે. તેમનો ભાગ્યોદય જીવનના ઉત્તરાર્દ્ધમાં થાય છે. તેમને ઘણા શત્રુઓ હોય છે, પરંતુ તેઓ હાનિ કરવા માટે અસમર્થ રહે છે. તેઓ ભલાઇનો બદલો ભલાઇ અને બુરાઇનો બદલો બુરાઇ સાથે આપે છે. પોતાના નિશ્ચયને પૂરો કરવા માટે મોટામાં મોટું બલિદાન પણ આપે છે.