વૃશ્ચિક-આજીવિકા અને ભાગ્ય
વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિ આજીવિકાના કયા ક્ષેત્રમાં વધુ સફળતા પ્રાપ્ત કરશે તેનુ સાચુ જ્ઞાન તો જન્મપત્રમાં ગ્રહોની સ્થિતિને જોઈને જ કરી શકાય છે. પણ સામાન્ય રીત તેઓ ધનના સંબંધમાં વધુ નિશ્ચિતતાથી કાર્ય કરે છે. તેઓ ખુલ્લા દિલથી ખર્ચ કરનારા હોય છે. આ જ તેમની સફળતાનો માર્ગ છે. તેઓ કલાત્મક અને વ્યવસાયિક બંને પ્રવૃત્તિયોને ગ્રહણ કરી શકે છે. તેઓ કલાત્મક રૂપે પોતાનો વેપાર વધારવા અને નોકરી કરવા પર પૂર્ણ અનુશાસ્તિ રહે છે. વૃશ્ચિક રાશિવાળા ડોક્ટર, ઊઢ વિદ્યાના શોખીન, વૈદ્ય, ક્રય-વિક્રય કરનારા, ઔષધિ અથવા ઈલેક્ટ્રિક યંત્રનો વેપાર કરનારા, યંત્ર કાર્ય કરનારા, ઘડિયાળ સજાવટ, રસ પદાર્થ,તેલ વગેરેથી સંબંધિત કાર્ય કરનારા કે શિક્ષક સારા સૈનિક પદાધિકારી, શારીરિક ચિકિત્સક, દંત વિશેષજ્ઞ હોય છે. તે ઉપરાંત તેઓ વિમાન વૈજ્ઞાનિક, ઋણદાતા કંપનીના કાર્યકર્તા, જમાનતી વીમા એજંટ એક્સરે વિશેષજ્ઞ વગેરે પણ હોઈ શકે છે. આ લોકો પોતાની કલા કે કાર્યમાં કુશળ હોય છે. ગામ કે શહેરના મધ્યમાં કે પૂર્વ ઉત્તર દિશામાં રહેવુ જોઈએ અથવા ઉક્ત દિશામાં મકાનનુ મુખ્ય દ્વાર રહેશે તો ભાગ્યમાં વધારો થશે. સમૃદ્ર નદી જળાશયની પાસે રહેવુ શ્રેષ્ઠ છે. જે શહેર કે ગામ તેની પાસે હશે ત્યા રહેવુ ભાગ્યોદય કારક રહેશે. જે મકાનમાં કુવો હોય ત્યા રહેવુ શ્રેષ્ઠ ફળદાયક રહેશે.

રાશી ફલાદેશ