મેષ-વ્‍યક્તિત્‍વ
મેષ રાશીની વ્‍યક્તિનું વ્‍યક્તિત્‍વ સ્‍પષ્‍ટતા વાદી, સરળ, અને નેતૃત્‍વની ભાવનાનું હોય છે. ક્યારેય તેઓ આપત્તિમાં આવે તો તે ક્ષણિક હોય છે. મેષ રાશીનું વ્‍યક્તિત્‍વ મુશ્‍કેલીઓને પાર કરીને અશક્યને શક્ય કરે છે. તેમનો સ્‍વભાવ ઉદાર હોય છે. મેષનો સ્‍વામી ગ્રહ મંગળ છે તેમાં અગ્નિ તત્‍વ વધારે હોય છે. આ કારણે તે ઉત્‍તેજનાની સાથે જલ્‍દીથી કામ કરવા વાળા હોય છે. તેઓ પોતાનું કાર્ય, મુશ્કેલીઓ કે અડચણો હોવા છતાં પૂર્ણ કરે છે. અને તે સ્‍વતંત્ર વિચારના, સ્‍વતંત્ર નિશ્‍ચયના અને મૌલીકતાના સમર્થક હોય છે. પોતાના લક્ષ્‍ય તરફ સફળતાથી પગલા ભરે છે, પરંતુ પરિસ્‍િથતિના કારણે ઘણી વખત જરૂરત કરતા વધારે ગભરાઇ જાય છે. તેઓ પોતાને દોષી સમજે છે. થોડા સમય પછી હિમતથી કામ કરીને મનના પસ્‍તાવાને દૂર કરી વિજય મેળવી આગળ વધે છે. મેષ રાશીની વ્‍યક્તિ પ્રેમાળ હોય છે. સ્‍વાર્થી પ્રત્‍યે તેને નફરત રહે છે. તેઓને બધા તરફથી પ્રેમ અને આદર મળે છે. આ વ્‍યક્તિનું મગજ અત્‍યંત તેજ હોય છે. તેઓ કોઇ વાતને મૂળથી તુરંત પકડી લે છે. લગભગ પરિણામનું અનુમાન મેળવી લે છે. તેઓમાં પોતાના સહયોગી પાસેથી કામ લેવાની આવડત હોય છે. નેતૃત્‍વ શક્તિના કારણે બધાજ સાથી અને સહયોગીનું સમર્થન મેળવે છે અને તેની ઇચ્‍છાઓને બધા માન આપે છે. તેઓ દરેક સમયે સજાગ રહે છે. દરેક કામમાં સતર્કતા પર તેમનું ધ્યાન રહે છે. દરેક નિર્ણય સાવધાનીથી લે છે. તેમાં મોડુ થાય તો દુખી નથી થતા અને બીજાની નિંદાની તરફ ધ્યાન નથી આપતા. ઘણી વખત તેઓ નઇચ્‍છેલી વ્‍યક્તિના સંપર્કમાં આવી જાય છે. જેમાં ઘણી વખત ફસાઇ જાય છે. આવી સ્‍િથતિમાં સાવધાની અને સમજદારી નો ઉપયોગ ન કરવાથી નુકશાન થઇ શકે છે. આ વ્‍યક્તિ જિદ્દી સ્‍વભાવના હોય છે. જ્યારે મોટું નુકશાન થાય ત્‍યાં સુધી પોતાની ભુલ નો સ્‍વીકાર કરતા નથી. આ રાશીમાં સૂર્ય બળવાનો હોય છે. ગુરૂ આ રાશ‍િમાં સ્‍િથર હોય તો શુભ ફળ મળે છે.

રાશી ફલાદેશ