મેષ-પ્રેમ સંબંધ
મેષ રાશીનું પાંચમું સ્‍થાન પ્રેમનું છે. આ સ્‍થાન સિંહ રાશીનું છે. આ દ્વારા જાણી શકાય કે આ વ્‍યકિત પ્રેમી હોય છે. પરંતુ તેમની મનની ઇચ્‍છા પૂર્ણ નથી થતી. આ વ્‍યકિત પ્રેમાળ હોય છે પરંતુ તેવી વ્‍યકિત ને પ્રેમ કરે છે જે પોતાને પ્રેમ કરતો હોય. લોકોને ઓળખવાની ક્ષમતા હોય છે માટેજ સ્‍વાર્થી લોકોને જલ્‍દીથી ઓળખી તેનાથી દૂર રહે છે. સ્‍વાર્થ પ્રત્‍યે તેને નફરત હોય છે. મેષ રાશી વાળી વ્‍યકિત સાહસિ, ઉત્‍સાહી અને મહત્‍વકાંક્ષિ હોવાથી પ્રેમ ના અભાવમાં કર્કશ બને છે. તેમને પ્રેમનો આનંદ ક્ષણિક મળે છે. તેમને જેવો પ્રેમ જોઇએ તેવો નથી મળતો માટે તે દુખી થઇ ને મનમાં ઘુટન અનુભવે છે. વિજાતીય પ્રેમ - જે ‍વ્‍યક્તિ હંમેશા મેષ રાશીની વ્‍યક્તિ પાસે કંઇક ને કંઇક આશા રાખે તેવી વ્‍યક્તિ મેષ રાશી વાળાને પસંદ રહે છે. મેષ રાશીની વ્‍યક્તિ ભ્રમમાં રહીને તેને પોતાના ભક્ત સમજે છે પરંતુ અંતમાં તેને ધોખો મળે છે. વિજાતીયને આકર્ષવા તે કળા, સાહિત્ય અથવા રાજકારણ નો સહારો લ્યે છે. તેની સ્‍વતંત્ર પ્રકૃતિ તેને અકડતાની સીમા સુધી લઇ જાય છે. અને તે સિદ્ધાંતીક વાતો પર પણ ધ્યાન નથી આપતો. કેટલાક વ્‍યકિત ક્રોધી, ઉદાર અને કામુક હોય છે પરંતુ વિજાતીય સાથે સજાગ અને ડરતા હોય છે. જો વિશ્વાસ થાય તો ગાઢ મૈત્રી થાય છે. મેષ રાશી વાળી વ્‍યકિત સિંહ ની વિરૂધ્ધ લિંગ ને પોતાની તરફ જલ્‍દીથી આકર્ષિત કરે છે. મેષ રાશી સાથે બીજી મેષ રાશી ને સારુ બને છે. મેષ રાશી વાળા પુરૂષ કે સ્‍ત્રીસાથેનો સંપર્ક રોજ નવો હોય છે. પ્રેમી સ્‍વભાવ મુજબ વ્‍યવહાર કરે છે. મેષ રાશીની સ્‍ત્રીઓ સ્‍વાભિમાની હોય છે. તેમને ઝુકાવવાનો પ્રયત્‍ન વ્યર્થ જાય છે. તેમની સાથે સતત સંપર્ક રાખવાથી તે નિરૂત્‍સાહી થઇ જાય છે તે વધારે સમય આકર્ષણ નથી રહેતી.

રાશી ફલાદેશ