મેષ-લગ્‍ન અને દાંપત્ય જીવન
મેષ રાશી વાળી વ્‍યક્તિ હંમેશા પોતાની સ્‍ત્રીને વધારે આકર્ષક જોવા ઇચ્‍છે છે. તે પ્રેમનું આશ્‍વાસન મેળવવા માગે છે. મેષ રાશી ના સ્‍ત્રી કે પુરૂષને એકાંત દુખ દાયક લાગે છે. તેમને પોતાના જીવનસાથીનો સાથ અને સહકાર ગમે છે, પરંતુ ક્યરેક એવું કરવામાં ભૂલ થતા ‍મુશ્કેલી ઊભી થાય છે. તેમાં કામ-ભાવના પ્રબળ હોય છે. સેક્સ સંબંધમાં તેઓ આકસ્‍િમક ઉત્‍પન્‍ન થતી ભાવનાથી વધારે સંબંધ રાખે છે. સૂર્ય, મંગળ, તથા શુક્રનો યોગ તેને સેક્સમાં આદર્શવાદી બનાવે છે. માટે તે રોજ ન‍વીનતા ઇચ્‍છે છે. પોતાની વિવિધ પ્રકારની કામ ક્રીડા દ્વારા આ પુરૂષ પોતાની પત્‍નીના સૌંદર્ય આકર્ષણને જલ્દીથી સમાપ્‍ત કરે છે. પત્‍ની સુંદર હોવાથી ચરિત્ર પર હંમેશા શંકા કરે છે. માટે તેના દાંપત્‍ય જીવનમાં ગૃહ કલેશ રહે છે. જીવન સાથી સાથે સંબંધ સારા ન હોવાથી સેક્સમાં તૃપ્તિ નથી મળતી.

રાશી ફલાદેશ