મેષ-સ્વાસ્થ્ય
મેષ રાશીના લોકો સારા શરીરના સ્વામી હોય છે. જો દુર્ઘટનાથી બચે તો બીમાર ઓછા પડે છે. બાલ્યાવસ્થામાં શારીરિક દુખ, દાઝીજવું, લાગી જવું જેનાથી દુખ ભોગવવું પડે છે. મંગળ ગોચરમાં નીચનો હોય ત્યારે લખેલા રોગનાં લક્ષણો દેખાય છે. લોહીનો વિકાર, સંક્રમણ, લોહીનું ઊંચુ દબાણ, આંખના રોગ, સ્નાયુની કમજોરી, ખરજવું, ગુપ્ત રોગ, તાવ, અલ્સર, જલન, ટાયફોઇડ, હાડકાનું ભાંગવું, દાઝી જવું, ખોરાકમાં ઝેર, વાયુના વિકાર, શરદી વગેરે થાય છે. આ રાશીની અસર માથા પર હોય છે માટે માનસિક શાંતિ ઓછી હોય છે. માટે તેમને આરામની વધારે જરૂર હોય છે. સવારે ફરવું સારૂ રહે છે. ગરમ રાશીના કારણે ગરમ વસ્તુ ખાવાથી શરીરમાં રોગ થઇ શકે છે. તડકામાં ફરવું અને વધારે મહેનત કરવાથી શરીરને તકલીફ રહે છે અને સ્વભાવ ચિડચિડીયો થઇ જાય છે. વાંચવાનો શોખ હોય છે. ક્યરેક આંખો ખરાબ થઇ જાય છે. આ રાશીની સ્ત્રીઓમાં કંઇક ને કંઇક ખરાબી રહે છે. તેમાં જીવન શક્તિ ઓછી હોય છે. માથાનો દુખાવો રહે છે અને આંખ પણ નબળી થઇ જાય છે. અનિંદ્રા અને શુક્ર દોષની ફરીયાદ પણ રહે છે. તેમને પડીને વાગવાની સંભાવના રહે છે. ચા, કોફી, તંબાકૂ, અફીણ, ગાંજો, ભાંગ વગેરેનું સેવન તથા વધારે કામુકતા થી શરીર રોગી તથા નબળું થાય છે. તેમને હૃદયરોગઘ પેટમાં વાયુનો વિકાર, શરીરમાં ગરમીમાંથી એક ની ફરીયાદ હોયજ છે. ઓપરેશનનો યોગ બની શકે છે. સંતાન ઓછા હશે. સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. ફરસાણ વધારે પસંદ છે પરંતુ તે નુકશાન કરે છે. તેમણે લોહીની શુદ્ધતા તરફ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કેમકે તેમને વધારે રોગ લોહીની અશુદ્ધિ દ્વારાજ થાય છે. ડોક્ટરના ઇલાજથી તેમને લાભ થાય છે. સમય લાયે છે પરંતુ રોગ મટી જાય છે. તેમણે સવારે પાણી, બપોરે છાસ અને રાત્રે દૂધ પીવાથી લોહીને શુદ્ધ કરવામાં લાભ થાય છે. યોગાસન અને વ્યાયામ કરવાથી શરીર સારૂ રહે છે. આજ તેમના માટે શ્રેષ્ઠ છે. મેષ અને કર્ક રાશિ માં જ્યારે ચંદ્ર હોય ત્યારે પ્રવાશ કે મુખ્ય કાર્ય કરવું નહી.