મેષ- ઘર - પરિવાર
આ રાશીની વ્‍યક્તિને પોતાના પરિવારથી પ્રેમ અને આદર મળે છે. તેમને સન્‍માન અને પ્રસન્‍નતા હંમેશા મળતા રહે છે. તેમને ફક્ત પરિવાર તરફથી જ નહી, આજુ-બાજુ અને સમાજ માંથી પણ આદર અને સન્‍માન મળે છે. તેઓ જ્યાં રહે ત્‍યાં તેમના પ્રશંસક રહે છે. નેતૃત્‍વનો ગુણ હોવાથી તેને પરિવાર તરફથી હંમેશા સમર્થન મળે છે અને તેનો આદર પણ કરે છે. મેષ રાશીના પતિ-પત્‍િન વચ્‍ચે ગાઢ પ્રેમ હોય છે. પરંતુ કંકાશ પણ તેના પ્રમાણમાં થાય છે. તેમનાં પરિવાર સાથેના સંબંધ પણ ખાટ્ટા-મીઠ્ઠા કે મીઠ્ઠા-ખાટ્ટા રહે છે. તેઓ સંતાનોને વધારે પ્રેમ કરે છે.

રાશી ફલાદેશ