સાબરકાંઠા: સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, બોટાદ, તેમજ પંચમહાલમાં આકાશી કુતૂહલ જોવા મળ્યું છે. જેને લઈ લોકો ભય સાથે ચિંતામાં મુકાઈ વિચારમગ્ન થયા છે. સાબરકાંઠાના ઈડર હિંમતનગર તલોદ વિસ્તારમાં આકાશમાં તારા જેવી ટ્રેન આકાશમાં દેખાઈ હોવાનું જાણવા મળ્યું છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આકાશમાં લાલ કલરની લાઈન દેખાઈ છે. જ્યારે પંચમહાલ, ગાંધીનગરમાં આકાશી કુતૂહલ જોવા મળ્યું છે. જોકે, હજુ સુધી આ ભેદી અજવાળાનું રહસ્ય અકબંધ છે. કોઈ સ્પષ્ટ વિગતો સામે આવી રહી નથી.
સાબરકાંઠામાં આકાશી કુતૂહલ
સાબરકાંઠાના ઈડર હિંમતનગર તલોદ વિસ્તારના આકાશમાં તારા જેવી ટ્રેન દેખાઇ છે. આકાશમાં હાર બંધ તારા જેવી કૃતિ દેખાઇ છે. આકાશમાં શું હતું તે અંગે લોકોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થયા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પણ આ વિસ્તારમાં આ પ્રકારે દ્રશ્યો જોવા મળ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે આ પહેલાં 2021 માં જેતપુરના ઉપલેટા અને ભાયાવદર અને તેની આસપાસના વિસ્તારમાં આકાશમાં ભેદી વસ્તુ દેખાઈ હતી. આકાશમાં ભેદી વસ્તુ દેખાતા ભાયાવદરના લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. લોકો પોતાના ઘરેથી બહાર આવી ગયા હતાં. તેમજ વંથલી અને માણાવદરમાં પણ આ દ્રશ્યો જોવા મળ્યા હતા. એક સાથે 10-12 જેટલી ઉલ્કા જેવી વસ્તુ જોવા મળી હતી. લોકોએ મોબાઇલમાં પણ તેના દ્રશ્યો કેદ કર્યા હતા..