સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંચાલિત કડી સર્વ વિશ્વ વિદ્યાલયની ગાંધીનગર સેક્ટર ૧૨ સિવિલ કેમ્પસ માં સ્થિત સી.એમ. પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી કોલેજમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ રીલેશન તથા અમેરિકાના વેસ્ટ સાન ફ્રાન્સિસ્કોની લાઈફ કાયરોપ્રેકટીક કોલેજ વેસ્ટ (LCCW) યુ.એસ.એ. ના સંયુક્ત ઉપક્રમે કાયરોપ્રેકટીક સારવાર કેમ્પનું આયોજન તારીખ તા.૩૧ જાન્યુઆરી થી ૨ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી કરવામાં આવ્યું હતું.
આયોજિત આ ત્રિ-દિવસીય સારવાર કેમ્પમાં ગરદનનો દુખાવો, પીઠ નો દુખાવો, કમરનો દુખાવો, હાથ કે પગમાં ઝણઝણાટી આવવી વગેરે જેવી તકલીફ ધરાવતા ૨૦૦૦ થી વધુ નાગરિકોઓએ આ નવીનત્તમ સારવાર પદ્ધતિનો લાભ લીધો હતો. સારવાર અર્થે અમેકિતા સ્થિત LCCW કાયરોપ્રેકટર કોલેજના 9 નિષ્ણાત ડોક્ટર ઉપસ્થિત રહીને ગાંધીનગર તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.