સૈય્યારા નહીં પણ આ ફિલ્મ બની થિયેટરોમાં પહેલી પસંદ, પહેલા દિવસે 1.75 કરોડની કમાણી કરી, 10મા દિવસે પહોંચી 23 કરોડ
તમે વિચારી રહ્યા હશો કે સિનેમા પ્રેમીઓની પહેલી પસંદગી અહાન પાંડે અને અનિત પદ્દાની ફિલ્મ 'સૈયારા' હશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક સાઉથ ફિલ્મે ફેંસને 'સૈયારા' ભૂલી જવા મજબૂર કરી દીધા છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ ફક્ત પુખ્ત વયના લોકો કે 13 વર્ષથી વધુ ઉંમરના લોકો જ નહીં, પણ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ તેમના માતાપિતાની હાજરીમાં જોઈ શકે છે. શું તમે અમને ઓળખ્યા નથી, અમે 'કંતારા' જેવી ફિલ્મો માટે જાણીતી હોમ્બલે ફિલ્મ્સની પ્રસ્તુતિ 'મહાવતાર નરસિંહ' વિશે વાત કરી રહ્યા છીએ.
'મહાવતાર નરસિંહ'નું બહુ પ્રમોશન નહોતું થયું, પરંતુ 1.25 કરોડથી શરૂઆત કરનારી ફિલ્મે 10મા દિવસે 23 કરોડની કમાણી કરી છે, જેના કારણે 'મહાવતાર નરસિંહ' દર્શકોની પહેલી પસંદગી બની ગઈ છે. એટલું જ નહીં, તે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી અને પહેલી સૌથી વધુ કમાણી કરનાર બ્લોકબસ્ટર એનિમેશન ફિલ્મ બની ગઈ છે.
10 દિવસમાં કલેક્શનની વાત કરીએ તો, મહાવતાર નરસિંહે 1.75 કરોડની ઓપનિંગ કરી હતી, ત્યારબાદ બીજા દિવસે આ આંકડો 4.6 કરોડ પર પહોંચી ગયો. ત્રીજા દિવસે 9.5 કરોડ, ચોથા દિવસે 6 કરોડ, પાંચમા દિવસે 7.7 કરોડ, છઠ્ઠા દિવસે 7.7 કરોડ, સાતમા દિવસે 7.5 કરોડ, આઠમા દિવસે 7.7 કરોડ, નવમા દિવસે 15.4 કરોડ અને દસમા દિવસે 23.50 કરોડની કમાણી કરી. આ પછી, ભારતમાં ફિલ્મની કમાણી 91.35 કરોડ પર પહોંચી ગઈ છે, જેમાં ફિલ્મે કન્નડમાં 2.23 કરોડ, તેલુગુમાં 20.37 કરોડ, હિન્દીમાં 67.45 કરોડ, તમિલમાં 1.06 કરોડ, મલયાલમમાં 24 લાખની કમાણી કરી છે.
તમને જણાવી દઈએ કે, મહાવતાર નરસિંહનું વિશ્વવ્યાપી કલેક્શન 1૦૦ કરોડને પાર કરી ગયું છે. જ્યારે ફિલ્મનું બજેટ માત્ર 15 કરોડ હોવાનું કહેવાય છે. ફિલ્મને BookMyShow પર 9.8/10, ગુગલ પર 5/5 અને IMDb પર 9.8/1૦ મળ્યા.