સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024મા ઉર્વિલ પટેલે ઈતિહાસ રચી દીધો છે. ઉર્વિલે ફક્ત 28 બોલ પર સદી બનાવી નાખી. આ ટી20 ફોર્મેટની સૌથી ઝડપી સદી છે. ઉર્વિલે આ રેકોર્ડ 29 નવેમ્બરના રોજ ગુજરાત અને ત્રિપુરા વચ્ચે મુકાબલામાં બનાવ્યો. આ મેચમાં ગુજરાતના આ બેટ્સમેને 35 બોલમાં 113 રનની રમત રમી. ઉર્વિલની આ પહેલી ટી20 સેંચુરી પણ છે.
113* Runs
35 Balls
7 Fours
12 Sixes
Gujarat batter Urvil Patel smashed the fastest hundred by an Indian in T20s against Tripura in Indore
ગુજરાતના બેટ્સમેન ઉર્વિલ પટેલે 28 બોલમાં સદી બનાવીને રચ્યો ઈતિહાસ. ઉર્વિલ પટેલે આ મેચમાં 35 બોલમાં 113 રનની ધમાકેદાર રમત રમી. આ દરમિયાન તેમણે 12 સિક્સર અને 7 ચોક્કા માર્યા. આ દરમિયાન ઉર્વિલનો સ્ટ્રાઈક રેટ 322નો રહ્યો. જો કે ટી 20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામ પર નોંધાવ્યો છે. સાહિલે વર્ષ 2024માં જ સાઈપ્રસ વિરુદ્ધ 27 બોલ પર સદી બનાવી હતી.
URVIL PATEL CREATED HISTORY
Urvil Patel smashed Hundred from just 28 balls in Syed Mushtaq Ali, fast hundred by an Indian in T20 history, breaking the record of Rishabh Pant
ઉર્વિલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી ઝડપી સદી લગાવવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. તેમને વૃષભ પંતનો રેકોર્ડ તોડ્યો છે. આ ટ્રોફીમાં પંતે 32 બોલમાં સદી બનાવી હતી. પણ હવે ઉર્વિલે 28 બોલમાં સેંચુરી બનાવીને આ રેકોર્ડ તોડી નાખ્યો.
કોણ છે ઉર્વિલ પટેલ
ઉર્વિલ પટેલ ગુજરાતના મહેસાણાનો રહેવાસી છે. તેનો જન્મ 17 ઓક્ટોબર 1998ના રોજ થયો હતો. તેણે 2018માં રાજકોટમાં મુંબઈ સામે બરોડા માટે ટી20 ડેબ્યૂ કર્યું હતું. પટેલે પણ તે જ વર્ષે લિસ્ટ Aમાં પ્રવેશ કર્યો હતો. 2018-19 રણજી ટ્રોફી સીઝન પહેલા, તે બરોડા છોડીને ગુજરાતની ટીમમાં ગયો. ઉર્વિલ વિકેટકીપર બેટ્સમેન છે.
ઉર્વિલ પટેલના નાકે લિસ્ટ A ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ નોધાયેલ છે. તેમણે વર્ષ 2023માં અરુણાચલ પ્રદેશ સામે 41 બોલમાં સદી ફટકારી હતી.
IPL રમી ચુક્યા છે ઉર્વિલ પટેલ
ઉર્વિલ પટેલ એક વિકેટકિપર બેટ્સમેન છે. આઈપીએલમાં વર્ષ 2023માં તેમને ગુજરાત ટાઈટંસે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પણ આ વખતે એટલે કે વર્ષ 2025 માટેના ઓક્શનમાં તેમને કોઈપણ ટીમે ખરીદ્યો નથી. તેમની બેસ પ્રાઈઝ 30 લાખ રૂપિયા હતી.