શું બજરંગ પુનિયાનુ કરિયર ખત્મ થઈ ગઈ જાણો શા માટે ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યા,

બુધવાર, 27 નવેમ્બર 2024 (15:29 IST)
Bajrang Punia-  નૅશનલ ઍન્ટી ડોપિંગ એજન્સીએ ઓલિમ્પિયન રેસલર બજરંગ પુનિયાને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
 
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, બજરંગ પુનિયાએ માર્ચ મહિનામાં ડોપ ટેસ્ટ માટે પોતાનું સેમ્પલ આપવાની ના પાડી દીધી હતી. તેમનું સસ્પેન્શન 23 એપ્રિલ 2024થી લાગુ થયેલું ગણાશે.
 
નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ તેમને 23 એપ્રિલ 2024ના રોજ સસ્પેન્ડ કરી દીધા હતા, જેની સામે તેમણે અપીલ કરી હતી. તે પછી, એજન્સીની અનુશાસનાત્મક ડોપિંગ પેનલે 31 મેના રોજ આરોપોની નોટિસ 
 
મોકલવામાં આવી ત્યાં સુધી આ નિર્ણયને રદ કરી દીધો હતો.
 
ગત 23 જૂને એજન્સીએ પુનિયાને નોટિસ મોકલી હતી. પુનિયાએ આ વાતને પણ પડકારી હતી. એજન્સીની ડોપિંગ પેનલ આ કેસની સુનાવણી કરી રહી હતી.
 
જાતીય સતામણીના વિરોધમાં મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં પુનિયા ચર્ચામાં રહ્યા હતા.
 
ગયા સપ્ટેમ્બરમાં, હરિયાણા ચૂંટણી પહેલાં કુસ્તીબાજ વીનેશ ફોગટ સાથે કૉંગ્રેસમાં જોડાયાં હતાં. તેમને અખિલ ભારતીય કિસાન કૉંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી હતી.
 
બજરંગ પુનિયા ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં કાંસાનો પદક જીત્યા હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર