કોંગ્રેસ જોઈન કરતા પહેલા વિનેશ ફોગાટે રેલવેમાંથી આપ્યુ રાજીનામુ, જાણો શુ કહ્યુ

શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2024 (14:49 IST)
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાની રણનીતિ બનાવવામાં અને પોતાની તાકાત વધારવામાં વ્યસ્ત છે. આ ક્રમમાં કોંગ્રેસ પાર્ટીએ રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પર દાવ લગાવ્યો છે. બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ શુક્રવારે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. હવે વિનેશ ફોગાટે કોંગ્રેસમાં જોડાતા પહેલા રેલ્વે સેવાને અલવિદા કહી દીધું છે. તેણે આ માહિતી પણ શેર કરી છે.
 
શુ બોલી વિનેશ ફોગાટ
પહેલવાન વિનેશ ફોગાટે રેલવેને નોકરીમાંથી રાજીનામુ આપી દીધુ છે. તેણે X પર પોસ્ટ કરતા કહ્યુ - ભારતીય રેલવેની સેવા મારા જીવનનો એક યાદગાર અને ગૌરવપૂર્ણ સમય રહ્યો છે. જીવનના આ મોડ પર મે ખુદને રેલવે સેવામાંથી નિવૃત કરવાનો નિર્ણય લેતા મારુ રાજીનામુ ભારતીય રેલવેના સક્ષમ અધિકારીઓને સોંપે દીધુ છે. રાષ્ટ્રની સેવામાં રેલવે દ્વારા મને અપવામાં આવેલી તક માટે હુ ભારતીય રેલવે પરિવારની હંમેશા આભારી રહીશ. 

 
શુ બતાવ્યુ રાજીનામાનુ કારણ ?
ઉત્તર રેલવેના જનરલ મેનેજરને લખવામાં આવેલ પત્રમાં વિનેશ ફોગાટે કહ્યુ છે કે તેઓ વર્તમાનમાં રેલવે લેવલ 7 હેઠળ ઓએસડી /સ્પોર્ટસના પદ પર કાયમ છે. તેમણે પત્રમાં લખ્યુ છે કે પોતાની પારિવારિક પરિસ્થિતિઓ/વ્યક્તિગત કારણોને લીધે ઓએસડી/ખેલના રૂપમાં પોતાના કર્તવ્યોનુ પાલન કરવામાં અસમર્થ છે. 
 
 
તત્કાલ પ્રભાવોથી રાજીનામુ 
વિનેશે પોતાના રાજીનામાં કહ્યુ છે કે તેઓ કોઈપણ દબાણ વગર રેલવેની સેવામાંથી પોતાનુ રાજીનામુ આપવા માંગે છે.  વિનેશે વિનંતી કરી છે કે તેમનુ રાજીનામુ રેલવે તરફથી તત્કાલ પ્રભાવથી સ્વીકાર કરી લેવામાં આવે. એક મહિનાને સેલેરીને નોટિસ પિરિયડના રૂપમાં જમા કરાવી લેવામાં આવશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર