Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

બુધવાર, 27 નવેમ્બર 2024 (16:03 IST)
પાકિસ્તાન સરકારે કહ્યું છે કે મંગળવારના ઇસ્લામાબાદના ડી ચોક પર એકત્ર થયેલા પીટીઆઈ સમર્થકો પર પોલીસ અને સુરક્ષા દળોએ વ્યાપક કાર્યવાહી કરી હતી.
 
પોલીસ અનુસાર ઇમરાન ખાનની પાર્ટીના લગભગ 500 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
 
ઇમરાન ખાનનાં પત્ની બુશરા બીબીના લાપતા થવાના સમાચારો વચ્ચે એવી માહિતી આવી રહી છે કે તેઓ ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતમાં છે.
 
બીબીસી ઉર્દૂ અનુસાર પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ પેશાવરના પ્રમુખ અરબાબ નસીમે કહ્યું કે તેઓ જલદી જ પ્રેસ કૉન્ફરન્સ કરશે. બીજી તરફ પીટીઆઈએ પોતાનું પ્રદર્શન સ્થગિત કર્યું છે.
 
આની પહેલાં પીટીઆઈએ દાવો કર્યો હતો કે પ્રદર્શનસ્થળ ઇસ્લામાબાદના ડી ચોકથી બુશરા બીબીનું અપહરણ કરી લેવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર