World Hepatitis Day 2025: કેટલો ખતરનાક છે હેપેટાઇટિસ ? જાણો તેના લક્ષણો, કારણો અને ઉપાય

સોમવાર, 28 જુલાઈ 2025 (09:02 IST)
હિપેટાઇટિસ  લીવર સાથે જોડાયેલ એક ગંભીર બિમારી  છે, જે મુખ્યત્વે વાયરલ ચેપને કારણે થાય છે. આ રોગમાં, લીવર ફૂલી જાય છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં હિપેટાઇટિસના કેસ ઝડપથી વધી રહ્યા છે. તે ફેટી લીવર, લિવર સિરોસિસ અને લિવર કેન્સર જેવા અન્ય ગંભીર રોગોનું કારણ પણ બની રહ્યું છે. આ યકૃત રોગ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 28 જુલાઈએ 'વિશ્વ હિપેટાઇટિસ દિવસ' ઉજવવામાં આવે છે.  આવો જાણીએ તેના લક્ષણ અને ઉપાય વિશે 
 
હેપેટાઇટિસ શું છે?
 
હેપેટાઇટિસ એક વાયરલ ચેપ છે જે લીવરને અસર કરે છે અને તેમાં બળતરા પેદા કરે છે. હેપેટાઇટિસ A, B, C, D અને E જેવા વાયરસ આ બળતરા માટે જવાબદાર છે. આ રોગ હવે મહામારીનું સ્વરૂપ લઈ ચૂક્યો છે, અને તેના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા સતત વધી રહી છે.
 
હેપેટાઇટિસના લક્ષણો
 
- શરીરમાં થાક, સોજો અને દુખાવો
- સતત વજન ઘટાડવું
- પેશાબનો રંગ ઘેરો
- માટીના રંગનો મળ
- ખૂબ જ નબળાઈ અનુભવવી
- હેપેટાઇટિસના કારણો
 
સંક્રમિત લોહીનો સંપર્ક: હેપેટાઇટિસ B અને C મુખ્યત્વે લોહીના સંપર્ક દ્વારા ફેલાય છે. આનો અર્થ એ છે કે જો હેપેટાઇટિસ સંક્રમિત વ્યક્તિનું લોહી કોઈપણ રીતે સ્વસ્થ વ્યક્તિના લોહીના સંપર્કમાં આવે છે, તો સંક્રમણ ફેલાઈ શકે છે. તેથી, લોહીના સંપર્ક પછી હાથ સારી રીતે ધોવા મહત્વપૂર્ણ છે.
 
અસુરક્ષિત યોન સંબધ : અસુરક્ષિત સેક્સ અને અનેક લોકો સાથે યૌન સબંધ રાખવાથી હેપેટાઇટિસ સંક્રમણનું જોખમ વધે છે. જ્યારે તમે પહેલાથી જ હેપેટાઇટિસથી સંક્રમિત લોકો સાથે સેક્સ કરો છો ત્યારે આ રોગ ફેલાઈ શકે છે, તેથી યોગ્ય ગર્ભનિરોધકનો ઉપયોગ કરો.
 
અસુરક્ષિત સોયનો ઉપયોગ: અસુરક્ષિત સોયનો ઉપયોગ અને બિન-વ્યાવસાયિકો દ્વારા ટેટૂ કરાવવું પણ હેપેટાઇટિસ ફેલાવવાનું એક મોટું કારણ છે. ટેટૂ કરાવતી વખતે હંમેશા નવી અને સ્વચ્છ સોયનો ઉપયોગ કરો.
 
હેપેટાઇટિસથી બચવા કયું વેક્સિન લેવું  ?
કોઈપણ ચેપ ટાળવા માટે સમયસર રસીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હેપેટાઇટિસ A અને B રસીઓ હેપેટાઇટિસ અટકાવવા માટે ખૂબ અસરકારક છે. આ રસીઓ વાયરસ સામે મજબૂત રોગપ્રતિકારક શક્તિ બનાવવામાં મદદ કરે છે. તમારે તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી આ રસીઓ લેવી જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર