રવિવારે સવારે દિલ્હીના ન્યૂ મોતીબાગ વિસ્તારની હવા સૌથી વધુ પ્રદૂષિત હતી. ન્યૂ મોતીબાગમાં AQI 398 નોંધાયો હતો.
આ વાયુ પ્રદૂષણ સ્તરની 'ખૂબ જ ખરાબ' શ્રેણી છે. દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે રસ્તાઓ પર સતત પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. હવાની સાથે દિલ્હીમાં યમુનામાં પણ સતત પ્રદૂષણ છે.
ભારત ઉપરાંત પાકિસ્તાન પણ વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હવાનું સ્વાસ્થ્ય સૌથી ખરાબ છે. જેના કારણે સરકારે શાળાઓ બંધ કરવાનો આદેશ આપવો પડ્યો છે.