1970માં કરિયરની શરૂઆત કરી
તમને જણાવી દઈએ કે શારદા સિન્હા, બિહારના પરંપરાગત લોક સંગીતમાં તેમના યોગદાન અને તેમના પ્રતિષ્ઠિત છઠ ગીત માટે જાણીતી છે, જે ભોજપુરી સમાજના લોકોના દિલ પર રાજ કરે છે. વર્ષોથી તેમનો અવાજ છઠ તહેવારનો પર્યાય બની ગયો છે. શારદા સિંહાની શાનદાર કારકિર્દી 1970ના દાયકામાં શરૂ થઈ હતી અને તેણે ભોજપુરી, મૈથિલી અને હિન્દી લોકસંગીતમાં રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી હતી.