BJP નો જ રહેશે આગામી CM, એકનાથ શિંદે બોલ્યા - ભાજપા જે નિર્ણય લેશે તેનુ શિવસેના કરશે સમર્થન

બુધવાર, 27 નવેમ્બર 2024 (17:10 IST)
Next CM Of Maharashtra
હાલ મહારાષ્ટ્રના સીએમ ફેસને લઈને એકનાથ શિંદેએ પ્રેસ કૉન્ફ્રેંસ કરી અને ખુદને સીએમ પદની રેસમાંથી બહાર કરી લીધો. તેમણે કહ્યુ કે BJP જે પણ નિર્ણય લેશે, શિવ સેના તેનુ સમર્થન કરશે. શિંદેએ એ પણ કહ્યુ કે તેમણે પીએમ મોદી સાથે વાત કરી અને કહ્યુ કે તમે તમારો  નિર્ણય લો. મને તમારો દરેક નિર્ણય મંજુર છે. હુ સરકાર બનાવવામાં કોઈ પણ પ્રકારની અડચણ ઉભી નહી કરુ. શિંદેએ પીએમ મોદીને એવુ પણ વચન આપ્યુ કે તેઓ દરેક સ્થિતિમાં તેમની સાથે છે.  શિંદેના નિવેદનથી હવે એ બિલકુલ સ્પષ્ટ થઈ ગયુ છે કે મહારાષ્ટ્રમાં ભાજપાનો સીએમ બનવો નક્કી છે. બની શકે છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનાવવામાં આવે. 
 
હુ CM નહી પણ કોમન મેન છુ 
 
એકનાથ શિંદે મહારાષ્ટ્રની જનતાનો આભાર માનતા કહ્યુ કે મહારાષ્ટ્રના લોકોએ અમે મોટી જીત અપાવી છે. અઢી વર્ષમાં મહાયુતિએ જે વિકાસ કાર્ય કર્યા છે. તેના પર જનતાએ વિશ્વાસ બતાવ્યો છે અને જનકલ્યાણના કામ પર આ જીત અપાવી. આ જીત જનતાની છે.  આ મારુ સૌભાગ્ય છે કે હુ  CM રહેવા છતા પણ એક કૉમન મેન ની જેમ કામ કર્યુ. ખુદને ક્યારેય સીએમ નથી સમજ્યો. આ ભાવનાથી અમે લાડલી બહન-લાડલા ભાઈ અને ખેડૂત જેવા અનેક તબકો માટે યોજનાઓ બનાવી. હુ અઢી વર્ષના આ કાર્યકાળથી ખુશ અને સંતુષ્ટ છુ. અમે બાળાસાહેબના વિચાર લઈને વિદ્રોહ કરીને આગળ વધ્યા અને જનતાનો વિશ્વાસ જીત્યો. હુ ખૂબ સંઘર્ષ કર્યો, મારા પરિવારે જે સંઘર્ષ કર્યો એ કામ કરતી વખતે મારા મગજમાં હતુ અને હુ તેથી સામાન્ય જનતાની તકલીફ સમજુ છુ.  
 
PM અને શાહનો આભાર 
હુ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માનુ છુ. જે તેમને અમારી સરકાર બનાવવામાં મદદ કરી. અમારી પાછળ ઉભા રહ્યા. અમને વિકાસ કાર્યો માટે ફંડ આપતા રહ્યા. અમે જે પણ નિર્ણય લીધા તે ઐતિહાસિક અને મહારાષ્ટ્રને એક નંબર પર લઈ જનારા હતા. આ બધાને કારણે મને લાડલી બહેનોના લાડલા ભાઈની ઓળખ મળી.  આ ઓળખ બધા પદોથી ઉપર છે અને હુ સંપૂર્ણ રીતે સંતુષ્ટ છુ. હુ નારાજ થનારાઓમાંથી નથી. અમે રડતા નથી અમે લડીએ છીએ. 
 
 CM ખુરશી છોડવા માટે તૈયાર છે શિંદે 
એકનાથ શિંદેએ પોતાના સંબોધનમાં સીએમ ખુરશી છોડવાના સંકેત આપતા કહ્યુ કે મારી પ્રધાનમંત્રી સાથે વાત થઈ છે. હુ ખુલ્લા દિલનો માણસ છુ. મે મોદીજીને જાતે ફોન કરીને કહ્યુ કે મારા કારણે તમને સરકાર બનાવવામાં કોઈ મુશ્કેલી નહી આવે. તમે તમારો નિર્ણય લો. તમે અમને મદદ કરી છે. તમારો નિર્ણય અમારે માટે અંતિમ રહેશે. હુ ગઈકાલે મોદી અને અમિત શાહને બતાવી દીધુ કે મારા તરફથી કોઈ અવરોધ નથી. સરકાર બનાવવનો નિર્ણય તમે લો.  હુ સદા તમારી સાથે છુ. 
 
CM ફેસને લઈને શુ બોલ્યા શિંદે 
સીએમ ફેસને લઈને શિંદેએ કહ્યુ કે આવતીકાલે અમિત શાહ સાથે દિલ્હીમાં અમારી બેઠક થશે અને ત્યારબાદ જ નક્કી થશે કે મહારાષ્ટ્રનો આગામી CM કોણ હશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર