મહારાષ્ટ્રમાં બીજેપીએ પ્રંચડ જીત મેળવીને વિપક્ષના સૂંપડા કર્યા સાફ, જાણો તેમની જીતના 8 કારણ
શનિવાર, 23 નવેમ્બર 2024 (13:05 IST)
maharashtra
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ ચુકી છે. મહાયુતિ 220થી વધુ સીટો પર બઢત બનાવી છે અને મહાવિકાસ અઘાડી ફક્ત 58 સીટો પર સમેટાઈ ગઈ છે. આ આંકડો બદલી શકે છે કે પણ આ તો નક્કી છે કે રાજ્યમાં મહાયુતિ એટલે કે બીજેપી ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. મહાયુતિ બહુમતિના આંકડાથી ખૂબ આગળ નીકળી ચુક્યુ છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના નવા સીએમ બની શકે છે. બીજેપી અધ્યક્ષ તેમને મળવા માટે પણ પહોચે છે. બીજેપી ગઠબંધનની આ જીત પાછળ તમામ ફેક્ટર્સએ કામ કર્યુ છે જેના વિશે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ
1. લડકી બહિન યોજના - બીજેપી ગઠબંધનની સરકારની લડકી બહિન યોજના ચૂંટણીમાં ખૂબ કામ આવી. સામાન્ય જનતાના મનમાં આ ભૂમિકા બની કે વર્તમાન સરકાર મહિલાઓના હિતને ધ્યાનમા રાખી રહી છે. મહિલાઓના ખાતામાં દર મહિને રૂપિયા પહોચવાનો આ વિશ્વાસ દ્રઢ થયો. જે વોટોમાં ફેરવાય ગયો.
2. પીએમનો નારો એક છે તો સેફ છે ની અસર, ઓબીસી વોટ પર ફોકસ
બીજેપી ગઠબંધનને ઓબીસી વોટ પર ફોકસ કર્યુ અને એ કોશિશ કરી કે આ વોટ ક્યાય જઈ ન શકે. બીજી બાજુ પીએમ મોદીનો નારો એક હૈ તો સેફ હૈ એ પણ યોગ્ય કામ કર્યુ અને લોકોને એકજૂટ કરતા બીજેપી ગઠબંધનનના વફાદાર બનાવી દીધા.
3. વિદર્ભનુ રાખુ ધ્યન
આ ચૂંટણીમાં મહાયુતિએ વિદર્ભનુ પણ વિશેષ ધ્યાન રાખ્યુ. મહાયુતિએ પોતાની સ્થિતિ સુધારવા ઉપરાંત અહીના લોકો વચ્ચે વિશ્વાસ ભર્યો કે તેઓ ખેડૂતોની સાથે ઉભા છે. બીજેપી ગઠબંધને કપાસ અને સોયાબીન વાવતા ખેડૂતોને રાહત આપતા પગલા ઉઠાવ્યા.
4. હિન્દુ મુસ્લિમ વોટોને લોભાવવામાં સફળ
બીજેપી ગઠબંધને હિન્દુ અને મુસ્લિમ વોટરોને સાધવાની સફળ કોશિશ કરી. એક બાજુ બટેંગે તો કટેગેનો નારો આપીને હિન્દ વોટોનુ ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો અને બીજી બાજુ શિંદે સરકારે મદરસાના શિક્ષકોની સેલેરી વધારીને આ સ્પષ્ટ કર્યુ કે એ મુસ્લિમ વિરોધી નથી. જે કારણે બીજેપી ગઠબંધનને મુસ્લિમ અને હિન્દુ બંનેનો મત મળ્યો.
5. લોકલ નેતાઓએ કરાવ્યો પ્રચાર
બીજેપીએ મહારાષ્ટ્રના ચૂંટણીમાં નવી રણનીતિ અપનાવી અને લોકલ નેતાઓ પાસેથી જ વધુ પ્રચાર કરાવ્યો. બીજેપી ગઠબંધન તરફથી સૌથી વધુ પ્રચાર દેવેન્દ્ર ફડણવીસે જ કર્યો. કેન્દ્રીય નેતાઓને પાછળ મુકીને લોકલ વોટ સાધવા માટે લોકલ નેતાની રણનીતિ કામ આવી અને તેનો ફાયદો વોટોના રૂપમાં બતાવ્યો.
6. સંઘ અને બીજેપી એક સાથે આવ્યા
વચ્ચે એવુ લાગી રહ્યુ હતુ કે સંઘ અને બીજેપીની વચ્ચે કંઈક મતભેદ છે પણ મહારાષ્ટ્ર ચૂંટણી માટે સંઘ અને બીજેપીએ એક સાથે મળીને કામ કર્યુ. સંઘના સ્વંયસેવક ભાજપાને સંદેશ લઈને દરેક દરવાજા પર ગયા. જેનાથી લોકોના મનમાં બીજેપી ગઠબંધન પ્રત્યે વિશ્વાસ જાગ્યો.
7. ટોલ પ્લાજા પરથી ટોલ હટાવવાનો નિર્ણય
ટોલ પ્લાજા પરથી ટોલ હટાવવાનો નિર્ણય પણ બીજેપી ગઠબંધન માટે લાભકારી સાબિત થયો અને લોકોએ તેમને પુષ્કળ વોટ આપ્યા.
8. વિપક્ષ પાસે મુદ્દાની કમી
મહાયુતિની જીતનુ એક કારણ એ પણ છે કે આ ચૂંટણીમાં વિપક્ષ પાસે મુદ્દાની પણ કમી રહી. વિપક્ષને સત્તા પક્ષને ઘેરવા માટે જે મહેનત કરવી જોઈએ એ થઈ નહી. જેનો ફાયદો મહાયુતિએ ઉઠાવ્યો અને વોટોને પોતાના ખાતામાં લઈ લીધા.