જાણીતી અભિનેત્રી મઘુમતીનુ નિધન

બુધવાર, 15 ઑક્ટોબર 2025 (17:59 IST)
Madhumati dies at 87: એટરટેનમેંટ વર્લ્ડ માંથી એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે.  મહાભારત ફેમ પંકજ ધીરના નિધનના સમાચાર તાજેતરમાં આવ્યા હતા. તેમનું કેન્સરથી અવસાન થયું હતું. આ દરમિયાન, પીઢ અભિનેત્રી અને શાસ્ત્રીય નૃત્યાંગના મધુમતીનું 87 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે સિનેમાની દુનિયામાં પોતાનું એક અનોખું સ્થાન બનાવ્યું હતું. તેમના નિધનના સમાચારથી બધાને આઘાત લાગ્યો છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ મધુમતીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ચાલો આ અહેવાલ પર એક નજર કરીએ...
 
અભિનેતા વિંદુ દારા સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શોક વ્યક્ત કરતાં લખ્યું, "તમારી આત્માને શાંતિ મળે,  અમારા શિક્ષક અને માર્ગદર્શક. #Madhumati ji."  અમારામાંથી ઘણા લોકોના પ્રેમ અને આશીર્વાદથી ભરપૂર, જેમને આ લેજેંડ પાસેથી નૃત્યુ શીખ્યુ, એક સુંદર જીવન જીવ્યુ.  
 
1938 માં મહારાષ્ટ્રમાં જન્મેલી, મધુમતીએ 1957 માં એક અપ્રકાશિત મરાઠી ફિલ્મથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમને  બાળપણથી જ નૃત્ય પ્રત્યે ઉત્સાહ હતો. તેમને ભરતનાટ્યમ, કથક, મણિપુરી અને કથકલી જેવા શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપોમાં તાલીમ લીધી. તેમણે પોતાના નૃત્ય પ્રદર્શનથી ફિલ્મ ઉદ્યોગમાં ઓળખ મેળવી, અનેક સુપરહિટ ગીતોમાં તેણીની નૃત્ય કુશળતા દર્શાવી.
 
માત્ર 19 વર્ષની ઉંમરે, મધુમતીએ પ્રખ્યાત નૃત્યાંગના દીપક મનોહર સાથે લગ્ન કર્યા, જે તેના કરતા ઘણા મોટા હતા અને પહેલાથી જ ચાર બાળકોના પિતા હતા. તેની માતા આ સંબંધથી નાખુશ હતી, પરંતુ મધુમતીએ અડગ રહી અને જીવનભર તેના પતિ સાથે રહી. તેના અવસાન સાથે, ભારતીય સિનેમાએ એક નોંધપાત્ર કલાકાર અને નૃત્યાંગના ગુમાવી દીધી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર