Maharashtra Next CM: એકનાથ શિંદે બનવા માંગે છે ગૃહમંત્રી ? CM પદની રેસ વચ્ચે કરી દીધી નવી ડિમાંડ

બુધવાર, 27 નવેમ્બર 2024 (13:13 IST)
Who Will Be Maharashtra CM: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન હજુ સુધી CM નો નિર્ણય કરી શક્યો નથી. ભાજપા ઈચ્છે છે કે આ વખતે સૂબામાં તેમનો મુખ્યમંતી બને. પણ એકનાથ શિંદેનુ માનવુ છે કે CM પદ પર તેમનો અધિકાર ભાજપા કરતા પહેલા છે. શિંદે સાથે માન-મનૌવ્વલનો લાંબો દોર ચાલ્યો. હવે સૂત્રોના હવાલાથી સમાચાર છે કે શિંદે માની ગયો. પણ તેમને ભાજપા સામે બે શરત મુકી છે.  
 
શિંદેએ મુકી આ બે શરત 
પૂર્વ CM અને ભાજપાના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસના નામ પર રાજી થતા બે શરત મુકી છે. સૂત્રોનુ માનીએ તો પહેલી શરત એ છે કે શિંદે ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખવા માંગે છે. બીજી શરત એ છે કે શિંદે પાર્ટીમાંથી બે ડિપ્ટી CM બને. હવે બોલ ભાજપાના હાથમાં છે. જો કે ગૃહ મંત્રાલય છોડવુ ભાજપા માટે સરળ નહી રહે. 
 
શિંદેને ન ગમી ભાજપાની આ ઓફર 
આ પહેલા ભાજપાએ શિંદેને મોટી ઓફર આપી હતી. જે શિંદેને ગમી નહી. ભાજપાએ શિંદેની પાર્ટીમાંથી ડિપ્ટી CM બનાવવા, શહેરી વિકાસ મંત્રાલય આપવા અને કેન્દ્રમાં મંત્રી પદ આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પણ શિંદે તેનાથી સંતુષ્ટ ન થયા અને સામેથી ડિમાંડ મુકી દીધી. 
 
આઠવલેએ કહ્યુ હતુ - શિંદે 2 ડગલા પાછળ હટે 
NDA ના સહયોગી RPI-A ના પ્રમુખ મંત્રી કેન્દ્રીય રામદાસ આઠવલેએ મંગળવારે કહ્યુ - શિંદેએ એક મુખ્યમંત્રીના રૂપમાં અઢી વર્ષ સારુ કામ કર્યુ. હવે તેમણે કેન્દ્રમાં મંત્રી બનાવી દેવા જોઈએ.  આઠવલેએ એ પણ કહ્યુ કે ભાજપા દેવેન્દ્ર ફડણવીસને CM બનાવવા માંગે છે. પણ શિંદે રાજી નતેહે. શિંદેએ બે ડગલા પાછળ હટી જવુ જોઈએ. જે રીતે ફડણવીસ ચાર પગલા પાછળ હટ્યા હતા. ફડણવીસ ના નેતૃત્વમાં એકનાથ શિંદેએ કામ કરવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે અઢી વર્ષ પહેલા શિંદે સીએમ બન્યા ત્યારે ફડણવીસ ડિપ્ટી CMના રૂપમાં કામ કર્યુ હતુ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર