Amul MIlk Price- અમૂલે વધાર્યા દૂધના ભાવ, હવે પ્રતિ લીટર ત્રણ રૂપિયા મોંઘું મળશે

શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2023 (10:08 IST)
ગુજરાત ડેરી કો-ઓપરેટિવ અમૂલે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયા સુધીનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવી કિંમતો તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે. નિવેદન અનુસાર, આ સુધારા પછી, અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા પ્રતિ લિટર, અમૂલ ફ્રેશની કિંમત 54 રૂપિયા પ્રતિ લિટર, અમૂલ ગાયનું દૂધ 56 રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ A2 ભેંસના દૂધની કિંમત 70 રૂપિયા પ્રતિ લિટર હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ભાવ વધારો મુંબઇ, કલકત્તા NCR દિલ્હી સહિત રાજ્યોમાં કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ભાવ વધારો લાગુ પડશે નહી.
 
અમૂલે ગયા વર્ષે ઓક્ટોબરમાં પ્રતિ લિટર ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ ભાવ વધારો દૂધના ઉત્પાદન અને સંચાલન ખર્ચમાં વધારાને કારણે કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં એકલા પશુ આહારની કિંમતમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. ઈનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, અમારા સભ્ય સંગઠનોએ ગયા વર્ષની સરખામણીમાં ખેડૂતોના ભાવમાં 8-9 ટકાનો વધારો કર્યો છે. તે જ સમયે, ડિસેમ્બરમાં મધર ડેરીએ દિલ્હી-એનસીઆર (નેશનલ કેપિટલ રિજન)માં દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર