પ્રથમ કાર્ડ પસંદ કરો


ટેરો મતલબ કાર્ડની રયસ્યમયી દુનિયા અને ભવિષ્ય અવલોકનની સર્વપ્રિય વિદ્યા. આ શબ્દની શોધ પણ રહસ્યમય છે. ટેરો ફક્ત શબ્દ નથી, ભવિષ્ય અને જીવન છે. કેટલાક માને છે કે આ ટૈરોચી શબ્દમાંથી ઉત્પન્ન થયો. જે માઈનર આર્કાનાના કાર્ડ સાથે સંબંધિત હતો. તો કેટલાક આની ઉત્પત્તિ ટૈરોટી માને છે, એક ક્રોસ લાઈન જે કાર્ડની પાછળ દેખાય છે. રહસ્યમય સંસારની રહસ્યમય કથા, પણ ભવિષ્યની કહાણી ટેરોની જુબાની.

ટેરો ડેકમાં કુલ 78 કાર્ડ હોય છે, જેને મેજર આર્કાના અને માઈનર આર્કાનામાં વિભાજીત કરવામાં આવ્યા છે. આર્કાના લૈટિન ભાષાના શબદ આર્કોન્સથી ઉત્પન્ન થયો. જેનો અર્થ છે રહસ્યમય વ્યક્તિગત વિકાસ. રહસ્યોથી પ્રતીકાત્મક રૂપથી અભિલેખિત શિક્ષાઓ માટે મેજર આર્કાના ગુપ્ત વિજ્ઞાનના વિદ્યાર્થીઓનો ગંભીર વિષય છે.

ધાર્મિક સમૂહો અને વિવિધ ભૂમિગત જાતિઓનુ ગુપ્ત શિક્ષા અંકન. ટેરોનુ દર્શન કબાલાથી ઉત્પન્ન થયુ છે. શબ્દો અને અંકોની દૈવીય શક્તિથી સંપન્ન ટેરો આજે ભવિષ્ય દર્શનનુ લોકપ્રિય માધ્યમ છે તો ચાલો આ રહસ્યમય અને ભવિષ્ય દર્શનની અનોખી વિદ્યાને સમજીએ.

કેવી રીતે જાણશો ટેરો ભવિષ્યવાણી

  • સૌ પહેલા તમે જે પણ પ્રશ્ન પૂછવા માંગો છો તેને એક વાર તમારા મનમાં સસરી રીતે યાદ કરી લો કે પછી વધુ સ્પષ્ટતા માટે પ્રશ્નને કોઈ કાગળ પર લખી લો
  • ત્યારબાદ 'કાર્ડ પસંદ કરો' પર ક્લિક કરીને એક પછી એક એ રીતે ત્રણ કાર્ડ આ પેકમાંથી પસંદ કરો
  • પ્રથમ કાર્ડ તમારા પ્રશ્ન પૂછતા સમયની મન:સ્થિતિને દર્શાવે છે.
  • બીજુ કાર્ડ તમને એ બતાવે છે કે તમને તમારી ઈચ્છાઓની પૂર્તિ માટે શુ પ્રયત્ન કરવા પડશે.
  • ત્રીજુ અને અંતિમ કાર્ડ તમને પરિણામસ્વરૂપ તમારા પ્રશ્નનો જવાબ આપે છે.