વૃષભ-પ્રેમ સંબંધ
વૃષભ રાશિની વ્‍યક્તિની અંદર પ્રેમની ક્ષમતા વધારે હોય છે. સેક્સમાં તેમની આકાંક્ષા વધારે હોય છે. તેઓ તેના પ્રત્‍યે આકર્ષય કે જેઓ વૃષભ રાશિની વ્‍યક્તિને સહાય કરીને પ્રસન્‍નતા, સુખ અને સહયોગ આપે. જે તેના માટે બધુંજ કરવા તત્‍પર રહે. આ રાશિનો પ્રેમ ખૂબજ તિવ્રતાથી શરૂ થાય છે. પરંતુ તેનો અંત મિત્રતા અને સમજદારીથી થાય છે. જો તેને એવું લાગેકે તેનો ફાયદો લઇને છોડવામાં આવેલ છે ત્‍યારે તે વિફરે છે અને પોતાના પ્રેમીની કઠોર નીંદા કરે છે. પર‍િણામે તે સંબંધ કાયમી રીતે ટૂટી જાય છે. આ રાશ‍િ એવો પ્‍યાર ઇચ્‍છે છે કે, જેનો આધાર મજબુત અને દ્રઢ હોય. તેના પર પ્રેમ તથા વાસના બંનો સરખો પ્રભાવ રહે છે. બંને ભરપૂર માત્રામાં ઇચ્‍છા રાખે છે. તે એકથી વધારે પ્યારની ઇચ્‍છા રાખે છે. આ રાશિ સેક્સ ઉપર નિયંત્રણ નથી રાખી શકતી. સમયનું તેને ધ્‍યાન નથી રહેતું. આ રાશિ પાસે બળજબરીથી કંઇ કરી શકાતુ નથી. પરંતુ વિજાતીય વ્‍યક્તિ પ્રેમથી બધુજ કરાવી શકે છે. આ વ્યક્તિ પોતાના સન્‍માન માટે એકથી વધારે સેક્સ સંબંધ રાખે છે. આ રાશિનું જીવન મુશ્કેલીથી ભરપુર હોય છે. તેઓ પોતાના સાથીને પોતાના જેવા બનાવવા દ્રઢતાથી કામ લે છે. સેક્સની ભાવના માનસિક વધારે હોય છે, જ્યારે શા‍રીરિક ઓછી હોય છે. વૃષભ રાશિની વ્‍યક્તિને પોતાના સાથી સાથે વિચારભેદ પસંદ નથી. વિજાતીય સાથે સંબંધ વિજાતીય વ્‍યક્તિ તરફનો દ્રષ્‍િટકોણ વિશ્‍લેષણાત્‍મક હોય છે. કલાત્‍મક પ્રવૃતિ વાળા લોકોને પોતાના તરફ તેઓ આકર્ષે છે. ગાયક સાથેની સંગત વધારે ગમે છે. સ્‍ત્રીઓ તરફ કે વ્યસન તરફ તેઓ જલ્‍દીથી આસક્ત થઇ જાય છે. પરંતુ પોતાના ચરિત્રને હંમેશા અરીસા સમાન ચોખ્‍ખું રાખે છે અને સાચવવાનો પ્રયાસ કરે છે. તેમને સુખી તથા શાંત જીવન પસંદ છે. તેઓ સ્‍ત્રીઓ પ્રત્‍યે એકાએક આકર્ષ‍િત નથી થતા. પોતાના કામથી મતલબ રાખે છે અને સામેથી ક્યારેય કોઇની સાથે વાત નથી કરતા. ભૌતિક રૂપથી તેઓ કન્‍યા રાશિ તરફ આકર્ષિત થાય છે. મીન તથા કન્‍યા રાશિ સાથે તેમને સુખ મળે છે. વૃષભ રાશિની વ્‍યક્તિને બધા પ્રકારના ગૃહસ્‍થ સુખ જરૂરી છે. પોતાના પ્રેમ વ્‍યવહારમાં કોઇને ખોટું લાગે કે કોની ભાવનાને દુખ થાય તો તે ઉગ્ર બની જાય છે. કર્ક અને વૃષભ રાશિમાં ઘણી સમાનતા હોય છે. બંને ધન અને પ્રેમમાં વ્‍યવહારુ હોય છે. પરંતુ વૃષભ કરતા કર્ક વધારે વ્યવહાર કુશળ હોય છે.

રાશી ફલાદેશ