ઉત્તર પ્રદેશના જાલૌનમાં એક સરકારી ડોક્ટરે શરદી-ખાંસીથી પીડિત બાળકને સિગરેટ પીવડાવી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હાહાકાર મચી ગયો છે. વીડિયોમાં ડોક્ટર બાળકને સિગરેટ પીવાની રીત શિખવાડી રહ્યો છે. આ ઘટના પછી સીએમઓએ ડોક્ટરને મુખ્યાલય સાથે અટેચ કરી દીધા છે અને મામલાની તપાસના આદેશ આપ્યા છે.
ઉત્તર પ્રદેશના જાલૌનમાં એક હેરાન કરનારી ઘટના બની છે. અહી એક સરકારી ડોક્ટરે શરદી-ખાંસી પીડિત માસુમ બાળકને સારવારના નામ પર સિગરેટ પીવડાવી દીધી. એટલુ જ નહી બાળક જ્યારે સિગરેટનો કશ નહોતો લગાવી શકી રહ્યો તો ડોક્ટરે પોતે એક કશ લગાવીને તેને શિખવાડ્યુ. આ ઘટના લગભગ 15 દિવસ પહેલાની છે. પણ હવે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો પર એક્શન લેતા સીએમઓ જાલૌને ડોક્ટરોને મુખ્યાલય સાથે અટેચ કરી દીધો અને આ સંબંધમાં આગળની કાર્યવાહી માટે એક રિપોર્ટ શાસનને મોકલી આપી છે.
<
उत्तर प्रदेश के जिला जालौन में इलाज के लिए आए बच्चे को सरकारी डॉक्टर सुरेश चंद ने सिगरेट पिलाई !!
Video सामने आने पर डिप्टी CM ब्रजेश पाठक ने इस डॉक्टर पर FIR कराने का आदेश दिया। डॉक्टर को CHC से हटाया गया। pic.twitter.com/JyYoKJGmmi
મામલો જાલૌનના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર કુઠૌંદનો છે. એવુ બતાવાય રહ્યુ છે કે લગભગ15 દિવસ પહેલા અહી ગોઠવાયેલા ડોક્ટર સુરેન્દ્ર ચંદ્ર કૈપસમાં ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક સ્ટાફનો 4 વર્ષના બાળક શરદી-ખાંસીથી પીડિત જોવા મળ્યો તો તે તેની સાથે વાત કરવા લાગ્યા. તેમણે બાળકને શરદી ઠીક થવાનો ઉપાય સમજાવતા ખિસ્સામાંથી સિગરેટ કાઢી અને તેને પીવા માટે કહ્યુ. ડોક્ટરે પોતે જ લાઈટર સળગાવ્યુ.. બાળક સિગરેટનો ધુમાડો ખેંચી ન શક્યો તો ડોક્ટરે પોતે એક કશ લગાવીને બતાવ્યુ.
વાયરલ વીડિયો પર મચ્યો હડકંપ
ત્યારબાદ ડોક્ટરે બાળકને કહ્યુ કે આજ માટે આટલુ જ, આગળની ટ્રેનિંગ કાલે આપીશુ. સંયોગથી ઘટનાસ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ ફોનના કેમેરામા રેકોર્ડ કરી લીધો. તેમા ડોક્ટરને બાળકની વચ્ચે થહેલ વાતચીત પણ રેકોર્ડ થઈ ગઈ છે. હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરત થતા જ સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. જાલૌનના સીએમઓ ડો. એનડી શર્માએ તત્કાલ એક્શન લેતા ડોક્ટરને મુખ્યાલય સાથે અટેચ કરી દીધો છે.
ડોક્ટર વિરુદ્ધ વિભાગીય તપાસ
સીએમઓએ ડૉ. સુરેશ ચંદ્ર વિરુદ્ધ વિભાગીય તપાસ બેસાડતા તેમના વિરુદ્ધ શાસનને રિપોર્ટ મોકલી છે. સીએમઓએ જણાવ્યુ કે વિભાગીય તપાસની રિપોર્ટના આધાર પર મામલાની આગળની કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે સગીર બાળકો માટે ધૂમ્રપાન પ્રતિબંધિત છે. તેમના દ્વારા પાન-પડીકી, તંબાકૂ વગેરે ઉત્પાદોના વેચાણ અન સંગ્રહ પર પણ રોક છે. તેમ છતા એક ડોક્ટર દ્વારા બાળકને સિગરેટ પીવડાવવાથી લોકો હેરાન છે.