તમે અનેકવાર સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો જોયા હશે જે ક્યારેય મેટ્રોના હોય છે તો ક્યારેક ફાઈટના હોય છે તો કયારેક રોમાંસના હોય છે. આવામાં આજનો એક વધુ એવો વીડિયો સામે આવ્યો છે જે તમને હેરાન કરી દેશે. આ વીડિયોને જોયા પછી તમે પણ ક્ષણવાર માટે હેબતાઈ જશો. મળતી માહિતી મુજબ એક રિટેલ સ્ટોરના સીસીટીવી વીડિયોએ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે, જેમા એક મહિલા પોતાના પતિ સાથે ઉભી છે ત્યારે બીજી એક મહિલા આવીને વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ પકડી લે છે.
પકડી લે છે પ્રાઈવેટ પાર્ટને
વાયરલ ફુટેજની શરૂઆતમાં તમે જોશો કે લાલ રંગના કપડા પહેરેલ એક મહિલા સ્ટોરમાંથી બહાર નીકળે છે . જેવી જ એ એક્ઝિટ ડોર ઉભેલા એક કપલની પાસેથી પસાર થાય છે ત્યારે તે એ માણસનો પ્રાઈવેટ પાર્ટ પકડી લે છે. એક ક્ષણ માટે ત્યા સન્નાટો છવાય જાય છે, કારણ કે એ માણસની પત્ની એ સમજી નથી શકતી નથી કે અચાનક આ શુ થયુ.
પત્નીએ મારી થપ્પડ
આંખ ઝપકતા જ પત્ની લાલ રંગના કપડા પહેરેલી મહિલાને એક જોરદાર તમાચો મારે છે. જેનાથી તે એ જમીન પર પડી જાય છે. ત્યારબાદ જે થાય છે તેનાથી અફરા-તફરી મચી જાય છે. પત્ની ગુસ્સામાં પોતાના પતિ તરફ વળે છે અને તેને પણ થપ્પડ મારે છે, જેવી લાલ રંગના કપડા પહેરેલ મહિલા રસ્તે જતા વ્યક્તિનો હાથ પકડીને ઉઠવાની કોશિશ કરે છે. ક્રોધિત પત્ની પરત આવે છે અને એક વધુ જોરદાર થપ્પડ મારે છે. વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે વીડિયો કયાનો છે અને ક્યારનો છે એ હજુ સુધી જાણી શકાયુ નથી.