Viral Video - કોહલીએ આવુ નહોતુ કરવુ જોઈતુ, રડાવી દીધી બિચારીને... પાકિસ્તાનની હારથી તૂટ્યુ આ યુવતીનુ દિલ

સોમવાર, 24 ફેબ્રુઆરી 2025 (12:51 IST)
viral video
IND VS PAK મેચમાં પાકિસ્તાનને મળેલી હારને કારણે ત્યાના લોકોનુ દિલ તૂટી ગયુ. સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો વાયરલ થઈ ગયા જેમા પાકિસ્તાનની હાર પર ત્યાની પબ્લિક નિરાશ થતા જોવા મળી.  આ મેચમાં મળેલી હાર પછી તો લોકોએ કહ્યુ કે તેમને હવે પાકિસ્તાની ટીમ પાસે આશા રાખવી છોડી દીધી છે. છેવટે ક્યા સુધી તેઓ પોતાનુ તૂટેલુ દિલ લૂટાવીને પાકિસ્તાનની ટીમને સપોર્ટ કરશે. છેવટે જ્યારે તેમને હારનો જ સામનો કરવો પડી રહ્યો છે તો સપોર્ટ કરવાનો મતલબ શુ.  
 
પાકિસ્તાનની હારથી નિરાશ થઈ યુવતી 
આવી જ એક પાકિસ્તાની ક્રિકેટ ફેનનો વીડિયો વર્તમાન દિવસમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે. જેમા તે ચેમ્પિયંસ ટ્રોફીમાં થયેલી પાકિસ્તાનની હારથી ખૂબ જ નારાજ છે. આ ખૂબસૂરત યુવતીનુ દિલ પાકિસ્તાનના ખેલાડીઓએ તોડી નકહ્યુ છે.  પાકિસ્તાની ટીમની હારથી દુખી આ યુવતીનો એક વીડિયો શેયર કર્યો છે અને કહ્યુ કે આ અમારી ટીમને શુ થઉ છે, મને આ વાત સમજાતી નથી.  આ મેચેજ પછી એટલા લોકોની મેંટલ હેલ્થ ખરાબ થઈ જાય છે. લોકો દિલના દર્દી છે. થોડી રહેમ કરો તેમના પર.  સારુ રમો. બેંટિંગ સારી  કરી લો, ફિલ્ડિંગ ઠીક કરી લો, પ્રેકટિસ કરો. કેમ વારે ઘડીએ તમે અમને આ રીતે નિરાશ કરો છો. અમારુ દિલ છે તમારી સાથે. તમે આવુ ન કરો. 
 
યુવતીનો ઉદાસ ચેહરો જોઈને લોકોનુ દિલ પીગળ્યુ 
વીડિયોમાં જોવા મલી રહ્યુ છે કે નામ કાશફ અલી છે. જે પાકિસ્તાનની રહેનારી છે અને તે એક કંટેટ ક્રિએટર છે. વીડિયોમાં યુવતીની નિરાશા સ્પષ્ટ જોઈ શકાય છે. હાલ યુવતીનો આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.  જેને જોઈને લોકોને પણ આ સુંદર યુવતી પર દયા આવી ગઈ. લોકોએ વીડિયો પર કમેંટ કરી લખ્યુ આટલા સુંદર ચેહરા પર ઉદાસી શુ સારી લાગે છે. વિરાટ કોહલીએ આવુ નહોતુ કરવુ જોઈતુ.  રડાવી દીધી બિચારીને.  યુવતીનો આ વાયરલ વીડિયો સોશિયલ સાઈટ એક્સ પર @Prof_Cheems નામના એકાઉંટ પરથી શેયર કરવામાં આવ્યો છે.  જેને અત્યાર સુધી 4 લાખથી પણ વધુ લોકોએ જોયો અને 12 હજાર લોકોએ લાઈક કર્યો છે. બીજી બાજુ વીડિયો પર તમામ લોકોએ કમેંટ પણ કર્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર