ભારત-પાકિસ્તાન મેચ બાદ IITian બાબા થયા ટ્રોલ, વિરાટ કોહલી વિશે કરી મોટી ભવિષ્યવાણી

સોમવાર, 24 ફેબ્રુઆરી 2025 (08:16 IST)
ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર રમત રમીને પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. ભારત પાકિસ્તાન મેચ બાદ IITian બાબા (અભય સિંહ) સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થયા હતા. તેણે મેચ પહેલા એક મોટી ભવિષ્યવાણી કરી હતી.
 
IITian બાબા કેમ ટ્રોલ થયા?
ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. આ મેચ પહેલા IITian બાબાએ મોટી ભવિષ્યવાણી કરી હતી. તેણે કહ્યું હતું કે પાકિસ્તાન સામેની મેચમાં ભારતને હારનો સામનો કરવો પડશે. ભારતીય ટીમ કોઈપણ સંજોગોમાં મેચ હારી જશે. આ સિવાય બાબાએ વિરાટ કોહલી વિશે પણ કહ્યું હતું કે તે પાકિસ્તાન સામેની મેચમાં ફ્લોપ થઈ જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર