IIT બાબાએ 23 ફેબ્રુઆરી 2025ના રોજ દુબઈમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચને લઈને આવી ભવિષ્યવાણી કરી હતી. જેણે દરેક ક્રિકેટ ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા. IIT બાબાએ સીધી ભવિષ્યવાણી કરી હતી કે વિરાટ કોહલી કે આખી ટીમ ઈન્ડિયા ગમે તેટલી કોશિશ કરે, તેઓ આ મેચ જીતી શકશે નહીં અને ભારત પાકિસ્તાન સામે હારી જશે.
પરંતુ જ્યારે 23 ફેબ્રુઆરીની સાંજે ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું ત્યારે ભારતીય ચાહકોએ IIT બાબાને શોધવાનું શરૂ કર્યું. પરંતુ હવે તેમની આગાહી ખોટી સાબિત થયા બાદ IIT બાબાએ પોતાનો બચાવ કરવા માટે એક ખૂબ જ વાહિયાત વાત કહી છે. પરંતુ તેમ છતાં ચાહકો તેને છોડતા નથી.