અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઈંફ્લુએંસર અવનીત કૌર આ સમયે વિરાટ કોહલીના કારણે ચર્ચામાં છે. ક્રિકેટરે અભિનેત્રીના ફૈન પેજ પર પોસ્ટ્ કરેલી એક ફોટોને ભૂલથી લાઈક કરી દીધુ હત્ જ્યારબાદ ચારેબાજુથી આ વાતો શરૂ થઈ ગઈ. દરેક આ ક્રિકેટર અને અભિનેત્રીને લિંક કરવા લાગ્યા. અવનીત કૌરની બીજી પોસ્ટસ પર તેને બીજી ભાભી પણ લખવા લાગ્યા. આ બધાની વચ્ચે ઈંફ્લુએંસરના સોશિયલ મીડિયા પર પણ ફોલોવર્સની સંખ્યા વધી ગઈ છે. તેમને આ વસ્તુનો પર્સનલી ફાયદો પહોચ્યો.
વિરાટ કોહલીની લાઈકથી અવનીત કૌરને ફાયદો
વિરાટ કોહલીની એક લાઈક પછી સોશિયલ મીડિયા પર મીમ્સ બનવા લાગ્યા. ગોસિપ્સ થવા માંડ્યા. ભલે ક્રિકેટરે તેને ભૂલ ગણાવી. પણ ફાયદો બધો અવનીત કૌરને જ થયો. તેના ઈસ્ટાગ્રામ પર 48 કલાકમા 30 મિલિયન થી 31.8 મિલિયન ફોલોવર્સ થઈ ગયા. તેને સીધો લગભગ 2 મિલિયન ફોલોવર્સનો ફાયદો થયો છે. એટલુ જ નહી 'બજ્ક્રાફ્ટ' ની રિપોર્ટ મુજબ તેની બ્રાંડ વેલ્યુ પણ વધી ગઈ. તેના સ્પૉન્સર્ડ પોસ્ટની કિમંત કથિત રૂપે 30 ટકા વધી ગઈ છે. મતલબ હવે 2 લાખ રૂપિયાથી 2.6 લાખ રૂપિયા પ્રતિ પોસ્ટ તે કમાણી કરશે.