Meerut News: આ વાર્તા નથી હકીકત છે. મેરઠના બહસૂમા વિસ્તારમા એક પત્નીએ પોતાના આશિક સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો અને પછી ઘટનાને સાંપ ની દુર્ઘટના બનાવી દીધી. પણ કહેવત છે કે અસત્યની લાંબી ઉંમર નથી હોતી. પોસ્ટમોર્ટમની રિપોર્ટે આ હેરાન કરનારી મોતનો પર્દાફાશ કરી દીધો.
ગામ અકબરપુર સાદાતમાં રવિવારે સવારે 25 વર્ષીય કશ્યપ ઉર્ફ મિક્કીની લાશ તેના પથારી પરથી પડેલી મળી હતી. નવાઈની વાત એ હતી કે લાશની નીચે એક જીવતો સાંપ દબાયેલો હતો અને શરીર પર ડંખના અનેક નિશાન હતા. પરિવારના લોકો એવુ સમજી બેસ્યા કે સાંપના ડંખ મારવાથી મોત થયુ છે. સાંપ પકડનારને બોલાવવામાં આવ્યો, સાંપ પકડાય ગયો અને સૌને વિશ્વાસ થઈ ગયો કે આ દુર્ઘટના છે.
પરંતુ પોસ્ટમોર્ટમે ખોલી નાખ્યુ ષડયંત્ર
બુધવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી તો પોલીસ હેરાન થઈ ગઈ. રિપોર્ટમાં ખુલાસો થયો કે અમિતની મોત દમ ઘૂંટવાથી થઈ છે. એટલે કે તેનુ ગળ દબાવીને હત્યા કરવામા આવી હતી. અહીથી જ શકની સોય પત્ની રવિતા અને તેના આશિક અમરદીપ તરફ અટકી.
ગૂગલ-યૂટ્યુબ પર ખંગાળી મર્ડર પ્લાનિંગ
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારુ સત્ય સામે આવ્યુ. અમરદીપની નિકટ મહમૂદપુર સિખેડાએ એક મદારી પાસેથી 1000 રૂપિયામાં ઝેરીલો સાંપ વાઈપર ખરીદ્યો. બંનેયે ગૂગલ અને યૂટ્યુબની મદદથી સીખ્યુ કે હત્યાને કેવી રીતે દુર્ઘટના બતાવી શકાય છે. પછી રાત્રે અમિતનુ ગળુ દબાવીને હત્યા કરવામાં આવી અને તેની લાશ નીચે જીવતો સાંપ છોડી દેવામાં આવ્યો.
ડંખ મારતો સાંપ બની ગયો હથિયાર
ગળુ દબાવવાથી મરી ચુકેલો અમિતને સાંપે અનેક વાર ડંખ માર્યો, જેનાથી શરીર પર ડંખના નિશાન આવી ગયા. પ્લાન બિલકુલ ફિલ્મી હતો પણ કશુ છુપાવી ન શકાયુ.
ગામના લોકોને હતો શક, સંબંધોની હતી પહેલાથી ભનક
અમિત અને અમરદીપ એક સાથે મજૂરી કરતા હતા. અમરદીપનુ ઘરે આવવુ-જવુ વધ્યુ તો રવિતા સાથે નિકટતા વધી ગઈ. ગામના લોકોને આ સંબંધોની જાણ હતી અને અમિતની મોત પર તેમણે પહેલા જ દિવસે સવાલ ઉભા કરી દીધા હતા.
એસએસપી બોલ્યા હત્યા હતી, દુર્ઘટના નહી
પત્ની અને તેના પ્રેમીએ મળીને અમિતનુ ગળુ દબાવી હત્યા કરી હતી. ખુદને બચાવવા માટે હત્યાને સાંપના ડંખ જેવુ બતાવાયુ. બંનેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.