લખનૌ. રાજઘાની લખનૌના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં એક મુસ્લિમ યુવક પોતાની ઓળખ છિપાવીને હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા મંદિર પહોચ્યો. લગ્નની વિધિ દરમિયાન જ્યારે પુજારીએ તેને ગોત્ર પુછ્યુ તો તે ગભરા ગયો અને જવાબ ન આપી શક્યો. જ્યારબાદ પુજારીને શક થયો તેને કૉલ કરીને પોલીસ બોલાવી લીધી. તેનો સામાન ચેક કર્યા પછી તેના ખિસ્સામાંથી બે આધાર કાર્ડ મળ્યા. આરોપીની ઓળખ રઈસના રૂપમાં થઈ છે જે બારાબાંકીનો રહેનારો છે. તે માનસ બનીને હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા પહોચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બારાબંકીના રહેનારા રઈસે પોતાના પડોશની રહેનારી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી લીધી. ત્યારબાદ તે અહિમામઉ સ્થિત શિવ મંદિરમાં લગ્ન કરવા પહોચ્યો. હાથમા લાલદોરો અને માથા પર તિલક જોયા બાદ મંદિરના પુજારીએ તેની પાસે આધાર કાર્ડ માંગ્યુ તો તેને ના પાડી દીધી. ત્યારબાદ પુજારીએ તેનુ ગોત્ર પુછ્યુ તો તે ગભરાય ગયો. પછી શક થતા પુજારીએ પોલીસને બોલાવી. તેની તપાસ કર્યા પછી તેની પાસેથી બે આધાર કાર્ડ મળ્યા. એક રઈસના નામનુ અને બીજુ માનસના નામનુ હતુ. પોલીસે રઈસ વિરુદ્ધ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
મળતી માહિતી મુજબ રઈસ પહેલા પણ દુષ્કર્મના એક કેસમાં જેલ જઈ ચુક્યો છે. જો કે પછી તેને યુવતી સાથે સમજૂતી કરીને કોર્ટ મેરેજ કરી લીધા હતા. હવે તે એક હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો. જેના પતિએ થોડા વર્ષ પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી અને તેનો એક પુત્ર પણ છે. રઈસે પોતાની ઓળખ છિપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી. મામલામાં ડીસીપી સાઉથ,નિપુણ અગ્રવાલે જણાવ્યુ કે મોહમ્મદ રઈસ વિરુદ્ધ કેસ નોંધીને કસ્ટડીમાં લઈને તેની તપાસ કરવામાં આવી રહી છે.