રીલ બનાવતા થઈ દુર્ઘટના
આ ઘટના સોમવારની બતાવવામાં આવી રહી છે જ્યારે મહિલા પોતાના પરિવારની સાથે ઉત્તરકાશીના પ્રસિદ્ધ મણિકર્ણિકા ઘાટ પર ફરવા આવી હતી. ત્યા તે સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવી રહી હતી. આ દરમિયાન તે નદીના કિનારે પાણીમાં ઉતરી ગઈ. પણ ભાગીરથી નદીનુ વહેણ એટલુ તેજ હતુ કે મહિલાનુ સંતુલન બગડી ગયુ અને તે પાણીમાં વહી ગઈ.
બાળકીની બૂમ સાંભળીને લોકો થયા હેરાન
મહિલાની નાની બાળકી આ સમગ્ર ઘટના દરમિયાન પાસે જ ઉભી હતી. જેવી જ તેની મા વહેવા માંડી તે ગભરાઈને જોર-જોરથી મમ્મી-મમ્મી બૂમો પાડવા માંડી. આસપાસ હાજર લોકો તેની બૂમ સાંભળીને દોડી આવ્યા. પણ ત્યા સુધી ખૂબ મોડુ થઈ ચુક્યુ હતુ. મહિલા તેજ ઘારામાં વહી ચુકી હતી.
અત્યાર સુધી નથી મળ્યો પુરાવો
ઘટનાની સૂચના મળતા જ સ્થાનીક સરકાર અને SDRF ની ટીમ ઘટના પર પહોચી ગઈ. નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે પણ સમાચાર મળવા સુધી મહિલાનો કોઈ સુરાગ મળી શક્યો નથી.