એક જ પરિવારનાં સાત બાળકોની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું

Webdunia
સોમવાર, 13 ઑગસ્ટ 2018 (11:52 IST)
રાજ્યના પંચમહાલ જિલ્લાના હાલોલથી બોડેલી જવાના રોડ પર આવેલા ભાટ ગામ પાસે શનિવારે અકસ્માતના બનેલા બનાવમાં એક જ પરિવારના સાત બાળકોના મોત નીપજ્યા હતા. બોડેલીનું ખત્રી પરિવાર હાલોલ ખાતે તેમના સબંધીને ઘેર થી પરત ફરી રહ્યુ હતુ ત્યારે કારનું ટાયર આકસ્મીક રીતે નીકળી જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક તથા બે બાળકીઓનો બચાવ થયો હતો. જેમાં એક બાળકીની હાલત નાજૂક છે. આ તમામ મૃતક બાળકોનો રવિવારે બપોર બાદ બોડેલી ખાતે જનાજો કાઢવામાં આવ્યો હતો. ત્યારે ભારે શોક સાથે આખુ ગામ હીબકે ચઢ્યુ હતુ. સાત બાળકોની અંતિમ યાત્રામાં આખું બોડેલી ગામ ઉમટી પડ્યુ હતું.
 
 

સંબંધિત સમાચાર

Next Article