ગુજરાત ગેસે CNG ભાવમાં 2 રૂપિયા 60 પૈસાનો કર્યો વધારો

Webdunia
શનિવાર, 14 મે 2022 (12:32 IST)
ગુજ્રરાતમા  મોંઘવારી કુદકે ને ભુસકે વધી રહી છે અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNG ગેસના ભાવમાં 2 રૂપિયા 60 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે PNGમાં ભાવમાં 3 રૂપિયા 91 પૈસા વધાર્યા છે. આમ ગુજરાત સરકારની ગેસ કંપની ગુજરાત ગેસ લિમિટેડે CNG ગેસના ભાવમાં રૂ. 2.60 ભાવ વધારો જાહેર કરતાં રાજ્યમાં ગેસનો ભાવ રૂ. 82.16ના સ્તરે પહોંચી ગયા છે. જ્યારે PNG ગેસના ભાવ રૂપિયા 48.50 થયા છે.  
 
ઉલ્લેખનીય છે કે, ગત માસના પ્રથમ સપ્તાહમાં અદાણી જૂથ દ્વારા CNGની કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. અદાણી ગેસ તરફથી CNGની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં CNGનો નવો ભાવ 79.59 રૂપિયા થયો છે. મહત્વનું છે કે, અમદાવાદમાં CNGનો જૂનો ભાવ 74.59 રૂપિયા હતો. આમ ગુજરાત ગેસના જુના ભાવ 79.56 હતા જે વધીને 82.16 રૂપિયા પ્રતિ કિલો થયા જ્યારે PNGમાં જુના ભાવ 44.14 હતા જે વધી 48.50 રૂપિયા થયા છે

સંબંધિત સમાચાર

Next Article