રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. ગુજરાતમાં આજે ફરી કોરોના કેસ ચિંતા વધારી છે. રાજ્યમાં આજે 7476 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાંથી 34 દર્દી વેન્ટીલેટર પર છે આજે 3 દર્દીના મોત થયા છે. અત્યાર સુધી જૂન-ડિસેમ્બર 2021ના 6 મહિના કરતા ડબલ કેસ જાન્યુઆરીના 11 દિવસમાં નોઁધાયા છે. તે સમયગાળા દરમિયાન 22654 કેસ હતા. જેના ડબલ કેસ 44045 છેલ્લા નવા વર્ષના 11 દિવસમાં જ આવી ગયા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7476 નવા કેસ નોંધાયા છે. વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 દર્દી મળી રાજ્યમાં 3 દર્દીના મોત થયા છે. એટલું જ નહીં, 8 મહિના બાદ પહેલીવાર રાજ્યમાં 7 હજારથી વધુ કેસ આવ્યા છે. અગાઉ 17 મેએ 7135 કેસ હતા. ત્રીજી લહેરમાં પહેલીવાર સુરતમાં 2 હજારથી વધુ કેસ નોંધાયા છે. આજે 2114 કેસ છે અને અમદાવાદમાં 2903 કેસ છે.
અમદાવાદ શહેરમાં સૌથી વધુ 2861 દર્દી નોંધાયા
અમદાવાદમાં કોરોનાનો મહાવિસ્ફોટ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 2861 દર્દી નોંધાયા. તો સુરત શહેરમાં કોરોનાના 1988 દર્દી સામે આવ્યા. વડોદરા શહેરમાં 551, રાજકોટ શહેરમાં 244 પોઝિટિવ દર્દી મળ્યાં.
37238 એક્ટિવ કેસ અને 34 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 75 હજાર 777ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 133 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 28 હજાર 406 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 37 હજાર 238 એક્ટિવ કેસ છે, જેમાંથી 34 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 37 હજાર 204 દર્દીની હાલત સ્થિર છે.