દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 હજારની નજીક કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,085 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 10,007 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,32,748 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 91.82 ટકાએ પહોંચ્યો હતો.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 55,548 એક્ટિવ દર્દી છે, જે પૈકી 594 લોકો વેન્ટિલેટર પર છે અને 54,954 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,32,748 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,701 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 3, જામનગર કોર્પોરેશનમાં 2 અને ભાવનગર કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયા છે.
આ ઉપરાંત સુરતમાં 5, વડોદરામાં 2, જૂનાગઢમાં 1, કચ્છમાં 1, પંચમહાલમાં 1, અમરેલીમાં 1, ભરૂચમાં 1, મહેસાણામાં 2, બનાસકાંઠામાં 1, આણંદમાં 1, પાટણમાં 1, ભાવનગરમાં 1, મહીસાગરમાં 1, દાહોદમાં 2 અને ડાંગમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 36 દર્દીઓના મોત થયા છે.