કોરોનાની બીજી લહેરથી તૂટ્યા બધા રેકોર્ડ, દેશમાં ત્રીજી વાર કોરોના કેસ 4 લાખને પાર, જુઓ મે મહિનામાં કેવી રીતે વધ્યુ સંકટ

શુક્રવાર, 7 મે 2021 (12:06 IST)
ભારતમાં કોરોનની તબાહી પોતના ચરમ તરફ વધતી દેખાય રહી છે દેશમાં કોરોના વાયરસના કેસ દરરોજ નવો રેકોર્ડ તોડી રહ્યા છે. ભારતમાં એક દિવસમાં કોરોનાથી સંક્મિત થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આ આંકડો હવે 4.14 લાખ પાર કરી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં ગુરૂવારે કોરોના સંકમણના  414,433 નવા મામલા નોંધવામાં આવ્યા અને 3920 લોકો આ મહામારીથી જીવ ગુમાવ્યો. 
 
આ રીતે, દેશમાં કોરોના સંક્રમણના કુલ મામલા વધીને લગભગ 2,14,84,911 થઈ ગયા અને મૃત્યુની સંખ્યા 2,30,168 પર પહોંચી ગઈ.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 35,66,398 છે, જે સંક્રમણના કુલ કેસોના 16.92 ટકા છે. કોવિડ -19 થી સ્વસ્થ થનારા લોકોની રાષ્ટ્રીય દર ઘટીને 81.99 ટકા થયો છે. બીમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,75,97,137 થઈ છે, જ્યારે કે મૃત્યુ દર 1.09 ટકા છે.
 
 ભારતમાં કોવિડ -19ના મામલા 7 ઓગસ્ટના રોજ 20 લાખનો આંકડો પાર કરી ગયો હતો.  આ પછી 23 ઓગસ્ટના રોજ સંક્રમણના કેસ 30 લાખ, 5 સપ્ટેમ્બરના 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખને પાર ચાલ્યો ગયો હતો. વૈશ્વિક મહામારીના મામલા 28 સપ્ટેમ્બરના રોજ  60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડને પાર કરી ગયા હતા. ભારતમાં મહામારીના કેસ 19 એપ્રિલના રોજ 1.50 કરોડને પાર કરી ગયા હતા. 
 
આ રાજ્યોમાં કોરોનાનુ તાંડવ 
 
કોરોનાના કેસમાં ફરીથી ભારે વધારો શરૂ થવા વચ્ચે 16 રાજ્યોની ઉચ્ચ સંક્રમણ દરે કેન્દ્રની ચિંતાઓ વધારી દીધી છે. તેમાથી 10 રાજ્યોમાં સંક્રમણ દર 25 ટકાથી પણ વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ગોવામાં સંક્રમણ દર સૌથી વધુ 48 ટકા નોંધવામાં આવી છે.  સંક્રમણ દરથી તાત્પર્ય એ છે કે કુલ સંગ્રહ કરવામાં આવેલ નમૂનાથી પોઝીટિવ નીકળનારા નમૂનાના ટકા. ગોવામાં 48 ટકા સેમ્પલ પોઝીટીવ નીકળી રહ્યા છે. બીજા નંબર પર હરિયાણા છે, જ્યા 37 ટકા સંક્રમણ દર છે. આ રીતે પશ્ચિમ બંગાળમાં 33, દિલ્હીમાં 32 અને પોંડિચેરીમાં 30 ટકા છે. મઘ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં આ 29 ટકા,  કર્ણાટકમાં 28 અને ચંડીગઢમાં 26 ટકા છે. 
 
મે મા કેવી રીતે કોરોના વિકરાળ થતો જઈ રહ્યો છે, જાણો આ આંકડાઓ દ્વારા 
6 મે 2021 : 414,433 નવા કેસ અને 3920 મોત 
5 મે 2021 : 412,618 નવા કેસ અને 3982 મોત 
4 મે 2021 : 382,691 નવા કેસ અને 3,786 મોત 
3 મે 2021 : 355,828 નવા કેસ અને 3,438 મોત 
2 મે 2021 : 370,059 નવા કેસ અને 3,422 મોત 
1 મે 2021 : 392,562 નવા કેસ અને 3,688 મોત 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર