કોરોનાથી ગુજરાતને થોડી રાહત, આજે નવા કેસ દસ હજારથી નીચે, રિકવરી રેટમાં સુધારો

શુક્રવાર, 14 મે 2021 (21:56 IST)
કોરોના. રાજ્યમાં 27 દિવસ બાદ પહેલીવાર 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 હજાર 995 નવા કેસ નોંધાયા છે અને 104 દર્દીના કોરોનાથી મૃત્યુ થયું છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 8944 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 15365 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  આ સાથે જ રાજ્યમાં કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 6 લાખને પાર થયો છે. રાજ્યમાં 104 દર્દીના મોત થયા છે. છેલ્લા 15 દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 82.82 ટકા થયો છે.
 
રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 35 હજાર 348ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8 હજાર 944 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 6 લાખ 9 હજાર 31 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 17 હજાર 786 એક્ટિવ કેસ છે, જેમાંથી 796 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 16 હજાર 587 દર્દીની હાલત સ્થિર છે.
 
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2764 , વડોદરા કોર્પોરેશન 639, સુરત કોર્પોરેશન-631, વડોદરા-429, મહેસાણામાં 338, રાજકોટ કોર્પોરેશન 116, રાજકોટ-306, અમરેલી-295, જુનાગઢ-253, જુનાગઢ કોર્પોરેશનમાં 244, જામનગર કોર્પોરેશમાં 242, બનાસકાંઠા-235, સુરત-119, પંચમહાલ-198, ભાવનગર કોર્પોરેશન-201, પંચમહાલ-198, દાહોદ-187, આણંદ-178, ખેડા-174, ખેડા-174, ગીર સોમનાથ-173, કચ્છ-170, જામનગર-151, સાબરકાંઠા-142, ભરુચ-131, ગાંધીનગર-125, પાટણ-116, મહીસાગર-111, સુરેન્દ્રનગર-109, વલસાડ-109, ભાવનગર-107, નવસારી-103, ગાંધીનગર કોર્પોરેશન-98, અરવલ્લી-95, દેવભૂમિ દ્વારકા-92, નર્મદા-67, અમદાવાદ-60, પોરબંદર-58, છોટા ઉદેપુર-41, તાપી-39, મોરબી-34, બોટાદ-19 અને ડાંગમાં 6 કેસ સાથે કુલ 9995 નવા કેસ નોંધાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર