હવે એક ટ્રે અથવા થાળીમાં તેલ લગાવો અને બધી બંગડીઓ એકસાથે રાખો.
હવે બંગડીઓ વચ્ચે સાબુદાણાનું મિશ્રણ મૂકો અને તમારી આંગળી અથવા ચમચી વડે ફેલાવો.
સાબુદાણાને રાખ્યા બાદ જૂની બંગડીઓ કાઢી લો અને તેને 15-20 મિનિટ માટે સ્ટીમ કરો.
તડકામાં પ્લાસ્ટિકની સીટ અથવા કાપડ ફેલાવો.
પાપડ એકથી બે દિવસ સારા તડકામાં સુકાવો.
પાપડને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો અને જ્યારે પણ તમને ખાવાનું મન થાય ત્યારે તેને તેલમાં તળી લો અને ગરમ અને ક્રન્ચી પાપડનો આનંદ લો.