સતત ત્રીજા દિવસે ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો, 24 કલાકમાં 12820 નવા કેસ, 140ના મોત

સોમવાર, 3 મે 2021 (21:09 IST)
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. સતત બીજા દિવસે પણ 13 હજારથી ઓછા કેસ નોંધાયા છે.  રાજ્યમાં આજે  કોરોનાના નવા કેસની  સંખ્યા છેલ્લા 24 કલાકમાં 12820 નવા કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં 12978 કેસ નોંધાયા હતા.  રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.   નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 140 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 7648  પર પહોંચી ગયો છે.   નવ દિવસ બાદ 150થી ઓછા મોત નોંધાયા છે, અગાઉ 24 એપ્રિલે પહેલીવાર 152 મોત નોંધાયા હતા, આજે રિક્વરી રેટ સુધરીને 74.46 ટકા થયો છે.
 
ક્યાં કેટલા કેસ નોંધાયા  ?
 
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4616, સુરત કોર્પોરેશન-1309,  વડોદરા કોર્પોરેશન 497, મહેસાણા 493, વડોદરા 439,  ભાવનગર કોર્પોરેશન 431, રાજકોટ કોર્પોરેશ 397,  જામનગર કોર્પોરેશન- 393, સુરત 347,  જામનગર-319,  બનાસકાંઠા 199,  કચ્છ 187, મહીસાગર 169, ગાંધીનગર 162, નવસારી 160, દાહોદ 159,  ખેડા 159, ગાંધીનગર કોર્પોરેશન 155,  જૂનાગઢ કોર્પોરેશન 148,  સાબરકાંઠા 141, ભાવનગર 140,  જૂનાગઢ 132, પાટણ 131, આણંદ 127, રાજકોટ 127,  વલસાડ 125,  ગીર સોમનાથ 120, મોરબી 110, અરવલ્લી 109, પંચમહાલ 108, નર્મદા 103, ભરૂચ 101, અમરેલી 99, છોટા ઉદેપુર 99, સુરેન્દ્રનગર 71, અમદાવાદ 55, દેવભૂમિ દ્વારકા 50, તાપી 49,  પોરબંદર 44,  ડાંગ 26 અને બોટાદ 14  સાથે કુલ 12820 કેસ નોંધાયા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર