બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે કે રાજ્યમાં કોરોના વાયરસની રસી નિ: શુલ્ક ઉપલબ્ધ કરવામાં આવશે. વિપક્ષી પાર્ટીઓએ આ અંગે ભાજપ પર પ્રહાર કર્યા છે. આ સાથે જ શિવસેનાએ સામનાના સંપાદકીય દ્વારા ભાજપ પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું, ભાજપની ખરી નીતિ શું છે? તે સ્પષ્ટ થઈ રહ્યું નથી. આ મુદ્દે ભ્રમનું વાતાવરણ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે કોરોના રસી દેશના તમામ લોકોને કોઈપણ ભેદભાવ વિના પહોંચાડવામાં આવશે. રસીની ઉપલબ્ધતા રાજકારણમાં વિક્ષેપ પાડશે નહીં.
પોતાના મુખપત્ર સામનામાં શિવસેનાએ કહ્યુ, ભાજપા બિહારમાં જઈને ચૂંટણી ઢંઢેરામાં વૈક્સીનનુ રાજનીતિકરણ કરી રહી છે. રાજ્યમાં ચૂંટણી ઢંઢેરામાં ભાજપાનુ પ્રથમ વચન જ વૈક્સીનને લઈને છે. શિવસેનાએ ભાજપાને પુછ્યુ છેકે જે રાજ્યોમાં ભાજપાની સરકાર નથી, શુ એ પાકિસ્તાનમાં છે ? કે પછી એ રાજ્યોને વૈક્સીન આપવામાં માટે પુતિન રૂસથી આવશે
કોરોના કાળમાં યોજાઇ રહેલી ચૂંટણી રેલીઓને લઇ પણ હુમલો કર્યો છે. શિવસેનાએ કહ્યું કે નેતાઓના હેલિકોપ્ટર ઉડી રહ્યા છે અને પ્રચંડ ભીડ પણ ઉમટી રહી છે. આ ભીડમાં બની શકે છે કે કોરોનાનુ દબાઇને મોત થઇ જાય અને રાજકીય ક્રાંતિ થાય. સંપાદકીયમાં ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે બિહારમાં જે નિર્ણય આવવાનો હશે એ આવશે પરંતુ ભાજપે લોકોના મનમાં કોરોનાનો ડર વધારીને મફત રસીની સોઇ લગાવાનો ‘ફોકટ’નો ધંધો શરૂ કર્યો છે.
શિવસેના એ સંપાદકીયમાં કહ્યું કે સત્તા મેળવવા માટે અને મતદાઓને આકર્ષવા માટે નૈતિકતાવાળી પાર્ટી કયાર નીચલા સ્તર સુધી જઇ શકે છે, હવે ખબર પડી. મફતમાં રસી માત્ર બિહારને જ કેમ? આખા દેશમાં કેમ નહીં? આખા દેશમાં કોરોનાએ તાંડવ મચાવ્યું છે. આ આંકડો 75 લાખથી વધુ સુધી પહોંચી ચૂકયો છે. દરરોજ લોકો મરી રહ્યા છે. એવામાં જે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ રહી છે ત્યાં આ પ્રકારની રાજનીતિ થવી દુ:ખદ છે. બિહારની ચૂંટણીથી વિકાસ ગુમ થઇ ચૂકયો છે. આખા દેશમાં કોરોનાની રસીની જરૂર છે. રસીની શોધ ત્રીજા તબક્કામાં પહોંચી ચૂકી છે પરંતુ રસી પહેલાં બિહારમાં ભાજપને મતદાન કરનારાઓને મળશે પરંતુ માની લો કે બિહારમાં સત્તા બદલાય ગઇ તો ભાજપ બિહારને રસી આપશે નહીં? કેટલાંય રાજ્યોમાં ભાજપની સરકાર નથી. શું ત્યાં સરકાર રસી આપવાને લઇ હાથ અદ્ધર કરી દેશે? વિરોધ પક્ષના એકાદ ધારાસભ્યને કોરોના થઇ ગયો તો ભાજપની તરફથી કહેવાશે કે રસી લેવી હોય તો તમારી પાર્ટી બદલો, નહીં તો બૂમો પાડતા બેસો.