હાર્દિક પાંડ્યાએ આકાશ અંબાની સાથે કર્યુ પ્રૈંક, વીડિયો જોઈને તમે પણ હસી પડશો

Webdunia
સોમવાર, 21 એપ્રિલ 2025 (16:38 IST)
hardik aakash_image source_X
 
રવિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની IPL 2025 મેચ પછી આકાશ અંબાણી અને કેપ્ટન હાર્દિક પંડ્યાનો એક મજેદાર વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં હાર્દિક અંબાણી પરિવારના મોટા સભ્ય સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. આમાં, ક્રિકેટર આકાશને રોબોટ કૂતરાથી ડરાવતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર બંનેના આ ફની વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે સુપર કિંગ્સ સામેની હાઇ-વોલ્ટેજ મેચમાં હાર્દિક પંડ્યા અને તેના ખેલાડીઓએ પ્રભુત્વ જમાવ્યું. IPL 2025 માં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટથી હરાવ્યું.
 
આઈપીએલ 2025 માં મુંબઈ ઈંડિયંસની થઈ જીત 
મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે પહેલા બેટિંગ કરતા 176 રનન સ્કોર ઉભો કર્યો. CSK ની ટીમ માટે રવિન્દ્ર જડેજા (53 રન) અને શિવમ દુબે (50 રન)એ જોરદાર હાફ સેંચુરી લગાવી. બીજી બાજુ મુંબઈ ઈંડિયંસ માટે રોહિત શર્મા અને રિયાન રિકેલ્ટને પહેલી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી.  ટીમ માટે રોહિતે 45 બોલમાં 76 રન બનાવ્યા.  આ ઉપરાંત સૂર્ય કુમાર યાદવે 68 રન બનાવ્યા. રોહિતને તેમની દમદાર રમત માટે પ્લેયરોફ ધ મેચ સિલેક્ટ થયા.  

<

hardik pandya and akash ambani #CSKvMI #CSKvMI #KKRvsGT #KKRvGT pic.twitter.com/M3QnOthBYF

— Prince Kumar (@PrinceK51382724) April 21, 2025 >
 
હાર્દિક પડ્યા અને આકાશ અંબાનીનો ફની વીડિયો 
વાનખેડે સ્ટેડિયમમાં MI વિરુદ્ધ CSK ની રમત પછી હાર્દિક પડ્યાએ રવિવારે રાત્રે મુંબઈ ઈંડિયંસના માલિક આકાશ અંબાની સાથે મસ્તી કરતા જોવામાં આવ્યા.  MI ના કપ્તાન મુંબઈમાં IPL રોબોટ ડોગ સાથે રમતા દેખાયા.  હવે વાયરલ થઈ રહેલ  એક વીડિયોમાં પાંડ્યાને આકાશ સાથે રોબોટ વિશે વાત કરતા જોઈ શકાય છે. જે રિમોટ કંટ્રોલ ડોગ છે. આ દરમિયાન સ્ટાર ક્રિકેટરે ભૂલથી એક બટન દબાવી દીધુ. જેનાથી રોબોટ અંબાની તરફ કૂદી પદ્યો અને તે ચોંકીને જલ્દી પાછળ હટી ગયા. વીડિયોના અંતમા બંનેને એકબીજા સાથે હસતા પણ જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે ઓલંપિકની વેબસાઈટ મુજબ ચંપક નામનો આ આઈપીએલ રોબોટ ડોગ અનેક પ્રકારના વૉયસ કમાંડ પર રિએક્ટ કરે છે.   

સંબંધિત સમાચાર

Next Article