હાર્યા પછી ઈમોશનલ થયા હાર્દિક પંડ્યા, બોલ્યા - મને નથી ખબર કે શુ કહેવુ જોઈએ

મંગળવાર, 8 એપ્રિલ 2025 (12:54 IST)
રૉયલ ચેલેંજર્સ બેંગલુરુએ પહેલા બેટિંગ કરતા પાંચ વિકેટ પર 221 રનનો સ્કોર બનાવ્યો. આરસીબી માટે વિરાટ કોહલી અને રજત પાટીદારે શાનદાર હાફ સેંચુરી બનાવી. મુંબઈની તરફથી કપ્તાન હાર્દિક પડ્યાએ સૌથી વધુ 3 વિકેટ લીધી. આરસીબીના વિશાળ સ્કોરના જવાબમાં મુંબઈ ઈંડિયંસની ટીમ 9 વિકેટ ગુમાવીને 209 રન જ બનાવી શકી. મુંબઈ તરફથી તિલક વર્માએ 29 બોલમાં 56 રન અને હાર્દિક પડ્યાએ 15 બોલમાં 42 રનની રમત રમી.  આરસીબી તરફથી કુણા પડ્યાએ ચાર જ્યારે કે યશ દયાલ, જોશ હેજલ વુડે બે-બે વિકેટ લીધી.  
 
હાર્ય બાદ ઈમોશનલ થયા હાર્દિક 
મુંબઈને ઘરમાં મળેલી હારથી કપ્તાન હાર્દિક પડ્યા ખૂબ નિરાશ અને ઈમોશનલ જોવા મળ્યા. હારનુ દર્દ તેમના ચેહરા પર સ્પષ્ટ દેખાતુ હતુ. મુંબઈને હરાવ્યા બાદ RCB ના ઓલરાઉંડર કુણાલ પડયા પોતાના ભાઈ હાર્દિક પાસે આવ્યા અને તેમને ગળે ભેટીને સાંત્વના આપી.  
 
આરસીબીથી હાર્યા બાદ હાર્દિકે કહ્યુ કે વિકેટ બેટિંગ માટે સારી હતી. અમે એક વાર ફરીથી બે મોટી હિટ્સ ઓછી રહી ગઈ. તેમને નથી ખબર કે બીજુ શુ કહેવુ જોઈએ.  બોલરો માટે બોલિંગ કરવી મુશ્કેલ હતી. તે બસ એ જ કહેશે કે 12 રન ઓછા બન્યા હોત તો પરિણામ કંઈક બીજુ હોત.  છેલ્લી મેચમાં રોહિત નહોતો તેથી અમે નમન ને ઉપર પ્રમોટ  કર્યો હતો. રોહિત પરત આવ્યા તેથી અમે તેમને નીચલા ક્રમે બેટિંગ કરાવી.  તિલક વિશે છેલ્લી મેચ મા ઘણી વાતો  થઈ પણ એ એક ટેકનીકલ ડિસીજન હતુ.  પણ આજે તેઓ સારુ રમ્યા.  

 
બેસ્ટ ક્રિકેટ રમવાની થશે કોશિશ 
તેમણે આગળ કહ્યુ કે આ પ્રકારની મેચોમાં પાવરપ્લે ખૂબ મહત્વનુ હોય છે. કેટલીક ઓવરમા રન ન બની શક્યા જેને કારણે ચેઝ કરવામાં પાછળ રહી ગયા.  ડેથ ઓવર્સ પર ઘણુ બધુ નિર્ભર કરે છે.  બુમરાહ હોય તો દુનિયાની કોઈપણ ટીમ ખૂબ ખાસ બની જાય છે. તેમણે આવીને પોતાનુ કામ કર્યુ.  તેમના હોવાથી તેઓ ખૂબ ખુશ છે. જીંદગીમા હંમેશા પોઝીટિવ રહેવુ જોઈએ અને આગામી મેચમાં પણ ખેલાડીઓને આ સંદેશ છે કે સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમવાની કોશિશ કરો અને ખુદને બૈક કરો. આશા છે કે પરિણામ અમારા પક્ષમા આવશે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર