સોમવારની મેચ બાદ કેમ ચર્ચામાં છે હાર્દિક અને જાસ્મિન?
મુંબઈ ઈન્ડિયન્સે ઘરઆંગણે KKR સામે આઠ વિકેટથી જીત નોંધાવતાં જસ્મીન વાલિયા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી. સમગ્ર ધ્યાન તેના પર હતું. આ મેચ જોવા માટે જાસ્મિન સ્ટેડિયમમાં હાજર હતી. જાસ્મિન મેચ દરમિયાન મુંબઈ અને તેના કેપ્ટન માટે ચીયર કરતી જોવા મળી હતી અને આનાથી બંને વચ્ચેના સંબંધોની અટકળોને વધુ મજબૂતી મળી છે. આ પછી જાસ્મીન સ્ટેડિયમની બહાર નીકળીને મુંબઈ ટીમની બસમાં પ્રવેશતી જોવા મળી હતી. મુંબઈની ટીમ કે કોઈપણ ટીમની બસમાં માત્ર ખેલાડીઓ અને તેમના નજીકના લોકોને જ એન્ટ્રી મળે છે.