IND vs ENG 1st T20I Live: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પહેલી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ શ્રેણી દરમિયાન સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર બધાની નજર રહેશે. ઘરઆંગણે ટી20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. છેલ્લા છ વર્ષથી, ભારતીય ટીમ ઘરઆંગણે એક પણ T20 શ્રેણી હાર્યું નથી. વર્ષ 2019 માં, ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે T20 શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, તે પછી શરૂ થયેલો ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે. વર્ષ 2019 થી અત્યાર સુધીમાં, ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે 14 ટી20 શ્રેણી જીતી છે અને બે શ્રેણી ડ્રો રહી છે. જો આપણે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે 24 મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 13 મેચ જીતી છે જ્યારે ઇંગ્લેન્ડે 11 મેચ જીતી છે.
ઇંગ્લેન્ડે પહેલી ઓવરમાં 3 રન બનાવ્યા
ભારત સામેની પ્રથમ T20 મેચની પ્રથમ ઓવર પછી ઇંગ્લેન્ડે 1 વિકેટ ગુમાવીને 3 રન બનાવ્યા હતા, જેમાં જોસ બટલર 2 રન બનાવીને રમી રહ્યો છે જ્યારે બેન ડકેટ હજુ સુધી પોતાનું ખાતું ખોલી શક્યો નથી.
અર્શદીપ સિંહે પહેલી ઓવરમાં ફિલ સોલ્ટને પેવેલિયન ભેગો કર્યો
ભારત સામેની પ્રથમ T20 મેચની પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર ઇંગ્લેન્ડને ફિલ સોલ્ટના રૂપમાં પહેલો ફટકો પડ્યો, જેને અર્શદીપ સિંહે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ કરી દીધો. હવે ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન જોસ બટલર બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યા છે.