જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા, કાલે સિધ્ધપુરના કોંગી ઉમેદવારને સમર્થન આપ્યું હતું

Webdunia
સોમવાર, 28 નવેમ્બર 2022 (12:23 IST)
ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે કોંગ્રેસમાં જોડાયા છે. ગઈ 4 નવેમ્બરે ભાજપને રામ રામ કર્યા હતા. આજે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં વિધિવત જોડાયા છે. તેઓ તેમના સમર્થકો સાથે કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા.તેમને ખેસ પહેરાવ્યો હતો અને સ્વાગત કર્યું હતું.
 
જયનારાયણ વ્યાસે સિધ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે 20 દિવસ બાદ ભાજપ સામે ઉતર્યા છે અને સિધ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો હતો. તેઓ સિધ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ આપવા ગયા હતા. પરંતુ તેમને ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા.
 

સંબંધિત સમાચાર

Next Article