રાજપાલ યાદવ દગાખોરી મામલે દોષી સાબિત, 5 કરોડની લોન હડપવાનો આરોપ

Webdunia
શનિવાર, 14 એપ્રિલ 2018 (16:59 IST)
પોતાના કૉમેડીથી દર્શકોને હસાવીને લોટપોટ કરનારો એક્ટર રાજપાલ યાદવને દિલ્હીની કડકડ્ડૂમા કોર્ટે દગાબાજીના એક જૂના મામલે દોષી સાબિત કર્યો છે. મામલામાં કોર્ટે રાજપાલની પત્ની અને એક કંપનીને પણ દોષી માન્યો છે. રાજપાલ પર 5 કરોડની લોન ન ચુકવવાનો આરોપ છે. 
 
મામલો  રાજપાલ યાદવની ડાયરેક્ટોરિયલ ફિલ્મ અતા પતા લાપતા સાથે જોડાયેલ છે. આ ફિલ્મના નિર્માણ માટે તેમણે દિલ્હીના એક વ્યપારી પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી પણ ફિલ્મ રિલીઝ થયા પછી ફ્લોપ સાબિત થઈ. રાજપાલે લીધીલી રકમ વેપારીને પરત કરી નહી. તેથી રાજપાલ તેમની પત્ની અને કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.  કોર્ટે આ મામલે રાજપાલને અનેક સમન મોકલ્યા હતા પણ તેઓ કોર્ટમાં હાજર થયા નહી. એવુ  કહેવાય રહ્યુ છે કે રાજપાલના વકીલે કોર્ટમાં ખોટા સોગંધનામા દાખલ કર્યા હતા જેનાથી કોર્ટ ખૂબ નારાજ છે. 
 
5 કરોડની લોન 2010માં લેવામાં આવી હતી. દિલ્હીના લક્ષ્મીનગરની કંપની મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે રાજપાલ વિરુદ્ધ ચેક બાઉંસ સાથે જોડાયેલ સાત ફરિયાદ નોંધી હતી.  આ મામલે 2013માં રાજપાલને 10 દિવસની જેલની સજા પણ થઈ ચુકી છે. માહિતી મુજબ સજાનુ એલાન 23 એપ્રિલના રોજ થઈ શકે છે.  અતા પતા લાપતા દ્વારા રાજપાલે ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ પણ કર્યુ હતુ. આ ફિલ્મ 2 નવેમ્બર 2012માં રીલીઝ થઈ હતી. 

સંબંધિત સમાચાર

Next Article