First Week Pregnancy Signs: પ્રેગ્નેંસીના પ્રથમ વીકમા શું શું હોય છે? શરૂઆત ના લક્ષણો સારવાર

ગુરુવાર, 28 નવેમ્બર 2024 (12:46 IST)
First Week Pregnancy Signs: ગર્ભવતી થવું એ દરેક સ્ત્રીનું સૌભાગ્ય છે. જો કે, સ્ત્રી જ્યારે પ્રથમ વખત ગર્ભવતી થાય છે ત્યારે કેટલીક મુશ્કેલીઓ અનુભવી શકે છે, કારણ કે મોટાભાગની સ્ત્રીઓ ગર્ભાવસ્થાના પહેલા અઠવાડિયા સુધી જાણતી નથી કે તેઓ ગર્ભવતી છે. કારણ કે તેમને પ્રેગ્નેન્સીનો અહેસાસ નથી થતો અને તેઓ સમજી શકતા નથી કે તેમના શરીરમાં અને મૂડમાં બદલાવ  આવી રહ્યા છે. આટલા બધા ફેરફારો અચાનક કેમ થઈ રહ્યા છે? અમે તમને ગર્ભાવસ્થાના પહેલા અઠવાડિયામાં જોવા મળેલા સંકેતો વિશે જણાવીશું, જે તમને ગર્ભાવસ્થાને ઓળખવામાં મદદ કરશે.અમે તમને જણાવીશું કે પહેલા અઠવાડિયામાં તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ALSO READ: ડિલીવરી પછી કેટલા દિવસો સુધી નવશેકું પાણી પાણી પીવુ જોઈએ
1. પીરિયડ ન આવવુ 
પ્રેગ્નન્સીની સૌથી સામાન્ય નિશાની એ છે કે સ્ત્રીના પીરિય્ડ ન આવે. પરિણીત મહિલાઓ ઘણીવાર અનુમાન લગાવે છે કે તેઓ આનાથી જ ગર્ભવતી છે. જો આખા મહિનાથી તમારું પીરિયડ્સ ન આવ્યું હોય તો આ સૂચવે છે કે તમે ગર્ભવતી છો. હવે ડિલિવરી પછી જ પીરિયડ્સ આવે.

ALSO READ: સ્તનપાન દરમિયાન મહિલાઓ માટે બ્રા પહેરવી યોગ્ય છે કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો
2. વારવાર પેશાબ આવવી 
માસિક ધર્મથી પહેલા જ તમે લાગી જશે કે તમે વાર-વાર પેશાબ જઈ રહ્યા છો આવુ એટલા માટે થાય છે કારણ કે તમારા શરીરમાં પહેલા કરતા વધારે લોહી છે. ગર્ભાવસ્થા દરમિયાન, તમારા શરીરમાં લોહી
 
પ્રમાણ વધે છે. કિડની લોહીને ફિલ્ટર કરે છે અને કચરો દૂર કરવામાં મદદ કરે છે. આ કચરો તમારા શરીરમાંથી પેશાબના રૂપમાં જ બહાર આવે છે. પીરિયડ મિસ થયા પછી આવુ થઈ રહ્યુ છે તો આ પ્રેગ્નન્સી ના શરૂઆત ના લક્ષણો છે. 
 
3. થાક 
પ્રેગ્નેંસીના પ્રથમ અઠવાડિયે તમને ખૂબ થાક લાગશે. મહિલાઓને આ સમયે આટલી વધારે થાક થાય છે. 

ALSO READ: Baby Girl Names With A - અ પરથી છોકરીના સુંદર નામ
4. માર્નિંગ અને નાઈટ સિકનેસ 
સવારે કે રાત્રે હળવુ તાવ જેવુ લાગવુ. શરૂઆતના દિવસોમાં ઉબકા, ગભરાટ વગેરે જેવી બાબતો પણ થાય છે. જો કે, ઘણી સ્ત્રીઓ માત્ર ઉબકા અનુભવે છે અને ઉલટી થતી નથી, 
 
5. બ્રેસ્ટમાં દુખાવા અને સોજા 
જો કે આવુ બધાની સાથ થાય આવુ નથી. પણ કેટલીક સ્ત્રીઓને સ્તનોમાં અથવા તેની આસપાસ દુખાવો અને સોજો આવી શકે છે. 11મા સપ્તાહમાં સ્તનની ડીંટીમાં ફેરફારો છે.

Edited By- Monica sahu 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર