પરિણિતી ચોપડાએ શેયર કરી કાશ્મીરી પંડિતો સાથે બળાત્કારની ઘટના, બોલી - એક કેસને હાઈલાઈટ ન કરો

શનિવાર, 14 એપ્રિલ 2018 (16:30 IST)
કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે ગેંગરેપ કરી નિર્મમ હત્યા કરી દેવાથી દેશના લોકોમાં આક્રોશ ફેલાયેલો છે.  ઘણા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકીને ન્યાય અપાવવાની માંગ કરતા આરોપીઓને ફાંસીની સજા આપવાની વાત કરી રહ્યા છે. બીજી બાજુ આ મામલે ફિલ્મ ઈંડસ્ટ્રીએ પણ સામે આવીને અવાજ ઉઠાવ્યો છે. અનેક નામી હસ્તિયો બાળકી સાથે થયેલ જઘન્ય અપરાધને ધૃણાસ્પદ હરકત બતાવતા આરોપીઓને ફાંસી આપવાનુ કહી રહ્યા છે. 
 
આ દરમિયાન અભિનેત્રી પરિણિતી ચોપરાએ પણ ટ્વીટર દ્વારા રેપ પીડિતાને ન્યાય અપાવવાની વાત કરતા કાશ્મીરી પંડિતો સાથે બળાત્કારની ઘટનાને યાદ કરાવી અને કહ્યુ કે ફક્ત એક કેસને જ હાઈલાઈટ ન કરવામાં આવે. 
 
પરિણિતી ચોપરાએ કાશ્મીરી પંડિત ન્યૂઝ નામના ટ્વિટર હેંડલની લિંક શેયર કરતા લખ્યુ, "આ બાળકી જ નહી આ પ્રકારની બધી મહિલાઓ અને પરિવારોને મદદની જરૂર છે. ફક્ત એક કેસને હાઈલાઈટ ન કરો, કોશિશ કરો અને જેટલુ બની શકે તેમની મદદ કરો."  ઉલ્લેખનીય છે કે પરિણિતીએ જે કાશ્મીરી પંડિત ન્યૂઝ ટ્વિટર હેંડલની લિંક શેયર કરી છે તેમા અનેક એવા કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમા કાશ્મીરી પંડિત મહિલાઓની સાથે રાજ્યમાં રેપની ઘટના બની પણ તેમને ઈંસાફ મળ્યો નહી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર